વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ સુરતમાં કોંગ્રેસનો વિરોધ : જુઓ વિડિઓ

156

વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા જીવલેણ હુમલાને લઈને કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.છેલ્લા બે દિવસથી નવસારી જિલ્લાની અંદર કોંગ્રેસ દ્વારા વાંસદા સહિત અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે.સુરત ખાતે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રાજ્ય ગૃહમંત્રીના રાજીનામાની માગ કરી છે.

અનંત પટેલ વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે.પોતાના મતવિસ્તારમાં તેઓ ખૂબ સારી પકડ ધરાવે છે.ખેરગામ ખાતે તેઓ કોઈ કાર્યક્રમમાં ગયા હતા તે દરમિયાન પરત ફરતી વખતે કેટલાક તત્વો દ્વારા તેમના ઉપર હુમલો કરી દેવામાં આવ્યો હતો.જેમાં અનંત પટેલની ગાડીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને તેમને પણ ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા.વાંસદા ખાતે હજારો લોકો આનંદ પટેલ ઉપર થયેલા હુમલા બાદ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

સુરત શહેર પ્રમુખ ભુપેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે આદિવાસી યુવાન નેતા અનંત પટેલ ઉપર થયેલા હુમલાને અમે વખોડીએ છીએ.ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનંત પટેલની લોકપ્રિયતાથી ગભરાયેલા છે.તેમને ડરાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે
પરંતુ તે તેમની સૌથી મોટી ભૂલ છે.ભાજપના ભીખુ આહીર દ્વારા કરવામાં આવેલો આ હુમલો છે.હુમલો કરનારાઓ સામે તાત્કાલિક અકસરથી પગલા લેવામાં આવે તેમજ ગૃહ રાજ્યમંત્રીએ રાજીનામુ આપી દેવું જોઈએ.અનંત પટેલ આદિવાસી નેતા તરીકે ખૂબ જ સારી લોકપ્રિયતા ધરાવે છે.એક તરફ ભાજપ સતત આદિવાસીઓને રિઝવવા માટે પ્રયાસ કરી રહી છે.તેવા સમયે વિધાનસભાની ચૂંટણી પહેલા થયેલો હુમલો એ દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વાંચતા વિધાનસભા બેઠક ઉપર ભાજપને મોટું નુકસાન કરાવશે.આદિવાસી સમાજ ભાજપથી પહેલાથી જ નારાજ હોવાનું માનવામાં આવી રહ્યું છે.તે વચ્ચે તેમના યુવા નેતાઓ ઉપર થયેલો આ હુમલો ભાજપની મોટી મત બેંક ઉપર અસર નાખશે.

Share Now