ડેપ્યુટી સરપંચે માંગ્યા રૂ. 3 લાખ, ACBની ટ્રેપમાં લાંચિયો અને વચેટિયો ઝડપાયા

158

– વડીલોપાર્જિત બીનખેતીની જમીન પર મકાનની બાંધકામની મંજૂરી આપવા માગી લાંચ
– ફરિયાદી દ્વારા એસીબીનો સંપર્ક કરાતા છટકું ગોઠવવામાં આવ્યું
– એસીબીની ટીમે હંગામી કલાર્કને રૂ.3,00,000/-ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

હાલના સમયયમાં મોટાભાગની જમીનો પર બાંધકામ કરવા માટે પંચાયત કે નગરપાલિકામાંથી મંજૂરી લેવી પડતી હોય છે.જેમાં કેટલાક કિસ્સામાં આ મંજૂરી આપવા બાબતે અધિકારીઓ દ્વારા લાંચ માંગવામાં આવતી હોય છે.આવા કિસ્સાઓમાં કેટલાક લોકો લાંચિયા અધિકારીઓનો ભોગ બનતા હોય છે.જ્યારે કેટલાક લોકો જાગૃત નાગરિકની જેમ અવાજ ઉઠાવતા હોય છે.ત્યારે આવા જ જાગૃત નાગરિક દ્વારા સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચ અને કલાર્ક સામે ફરિયાદ નોંધાવતા એસીબી દ્વારા રંગેહાથ પકડી પડાયા.

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વલસાડના ઉમરગામમાં આવેલા સોળસુંબા ગામમાં ફરિયાદી વડીલોપાર્જિત બીનખેતીની જમીન પર રહેણાંક મકાન તથા વાણિજ્ય પ્રકારનું બાંધકામ કરવાનો હતો.જેથી ફરિયાદીએ આ અંગે સોળસુંબા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની રજાચીઠ્ઠી આપી હતી.આ બાંધકામની રજાચીઠ્ઠીને મંજૂરી આપવા માટે ગામના ડેપ્યુટી સરપંચ અમીત મણીલાલ પટેલ દ્વારા રૂ.૧૫,૦૦,૦૦૦/-ની ગેરકાયદેસર રીતે માંગણી કરવામાં આવી હતી.જેને લઈને થોડીક માથાકૂટ થતા અંતમાં રૂ,12,00,000/-આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

લાંચની રકમ પૈકી પાર્ટ પેમેન્ટ તરીકે ફરિયાદી પાસે રૂ.3,00,000/-ની વ્યવસ્થા હોવાનું ડેપ્યુટી સરપંચ અમીત પટેલને જણાવ્યું હતું.તમામ બાબતો નક્કી થયા છતાં ફરિયાદી આ લાંચ આપવા માંગતો નહોતો.જેથી ફરિયાદીએ પોતાની સૂજબૂઝ વાપરી આ અંગે એસીબીનો સંપર્ક કર્યો હતો.એસીબીનો સંપર્ક કર્યા બાદ ફરિયાદીએ સમગ્ર ઘટના જણાવી ડેપ્યુટી સરપંચ વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ કરેલી ફરિયાદને આધારે લાંચિયા ડેપ્યુટી સરપંચ અમિત પટેલને રંગેહાથ ઝડપી પાડવા એક છટકું ગોઠવવામાં આવ્યું હતું.

એસીબીની ટીમ દ્વારા ફરિયાદીને લાંચિયા અમિત પટેલ સાથે વાત કરતા જણાવતા ફરિયાદી અને ડેપ્યુટી સરપંચ અમિત પટેલ દ્વારા ફોન પર વાત કરવામાં આવી હતી.બંન્નેએ ફોન પર વાત કરી સોળસુંબા ગ્રામ પંચાયત કચેરીની બહાર ગેટ પાસે ગાડીમાં લાંચ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.જે બાદ એસીબીની સમગ્ર ટીમ ઘટના સ્થળે વોચમાં ગોઠવાઈ ગઈ હતી.થોડાક સમય બાદ ફરિયાદી પણ ત્યાં પહોંચી ગયો હતો.

એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવાતા ટીમ સહિત ફરિયાદી ડેપ્યુટી સરપંચને રંગેહાથ ઝડપી પાડવા તૈયાર બેઠા હતા.પરંતું, લાંચિયા ડેપ્યુટી સરપંચ દ્વારા લાંચની રકમ સ્વીકારવા આ કામમાં ભાગીદાર ગ્રામ પંચાયતના હંગામી કલાર્ક કૃષાંગ હિતેશભાઈ ચંદારાણાને મોકલ્યો હતો.જેણે ફરિયાદી સાથે લાંચને લઈને હેતુલક્ષી વાતચીત કર્યા બાદ લાંચની રકમ રૂ.3,00,000/-સ્વીકારતા એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ તેની સાથે પૂછપરછ કરતા આ કામ ડેપ્યુટી સરપંચ અમિત પટેલે કરવા જણાવતા એસીબી દ્વારા બંન્ને લાંચિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Share Now