મહાકાલ લોક રાષ્ટ્રને સમર્પિત : PM મોદીએ ગુજરાતના પાડોશી રાજ્યમાં કર્યું લોકાર્પણ, દીવાળી જેવો માહોલ : VIDEO

138

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોરના પ્રથમ ફેઝનું ઉદ્ધાટન કરી દીધું છે.આ અગાઉ પીએમ મોદી મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી એટલું જ નહીં ગર્ભગૃહમાં મંત્ર જાપ પણ કર્યા હતા.આ અવસર પર રાજ્યપાલ મંગુભાઈ પટેલ,મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ હાજર રહ્યા હતા.મહાકાલ મંદિર અને મહાકાલ લોકને પુષ્પ અને રોશનીથી શણગારવામાં આવી છે સાથે જ લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ કરાઈ છે.

જણાવી દઈએ કે મહાકાલના કોરિડોરને 2 ફેઝમાં 856 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે જેમાં પ્રથમ તબક્કામાં 316 કરોડ રૂપિયામાં વિકસાવવામાં આવ્યો છે. 900 મીટરથી વધુ લાંબો મહાકાલ લોક કોરિડોર જૂના રુદ્ર સાગર તળાવની આસપાસ ફેલાયેલો છે.ઉજ્જૈનમાં વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની આસપાસના વિસ્તારને પુનર્વિકાસ કરવાના પ્રોજેક્ટના ભાગરૂપે રૂદ્ર સાગર તળાવને પુનર્જીવિત કરવામાં આવ્યું છે.

દેશના 12 જ્યોતિર્લિંગોમાંથી એક અહીં મહાકાલેશ્વર મંદિરમાં સ્થાપિત છે અને દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે.આ કોરિડોર માટે બે ભવ્ય પ્રવેશદ્વાર – નંદી ગેટ અને પિનાકી ગેટ બનાવવામાં આવ્યા છે.આ કોરિડોર મંદિરના પ્રવેશદ્વાર તરફ દોરી જાય છે અને માર્ગમાં મનોહર દૃશ્યો જોવા મળે છે.

Share Now