– અલ્પેશ કથીરિયાએ ભાજપને કરી સીધી ટકોર
– વિપક્ષને પણ ટકોર કરી બે મુદ્દાનો હલ લાવવા માંગ કરી
વિધાનસભાની ચુંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે એમ છે.ત્યારે હવે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કામે લાગી છે.જે અંતર્ગત સુરતમાં ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરાઈ હોવાનું મનાઈ રહ્યું છે.જ્યાં પાસ નેતા અલ્પેશ કથરિયાએ ભાજપમાં જોડાઇ એ ચર્ચાએ જોર પકડ્યું છે.આ વચ્ચે અલ્પેશ કથરિયાએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે જો તેમની માગણી સ્વીકારવામાં આવશે તો પક્ષને સમર્થન આપવું કે નહિ તે વિચારીશું.
પાસ કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાય તેવી લોક ચર્ચાએ જોર પકડતાં અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કે અન્ય પક્ષો દ્વારા ચૂંટણી આવતા આ પ્રકારની વાતો બહાર આવતી હોઈ છે.પણ અમારી હાલ એજ માંગ છે કે પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવારજનોને નોકરી મળે આ અમારી માંગ છે અને જો ભાજપ આ બને મુદ્દાનો ઉકેલ કરી નાખે તો રાજકારણમાં જવા અંગે વિચારશું સાથે વધુ મા એમ પણ કહ્યું હતું કે સતા પક્ષ કે વિપક્ષ આ બને માંથી કોઈ પણ અમારા આ બે મુદ્દાનો હલ લાવશે ત્યારબાદ પક્ષ ને સમર્થન આપવું કે નહિ, ચૂંટણી લડવી કે નહિ તે વિચારીશું.
વિધાનસભાની ચૂંટણી જાહેર થાય એ પહેલા રાજકારણમા મોટા બદલાવો અને ઉઠલ પાથલ થવી એ સામાન્ય બાબત થઈ ગઈ છે.અને જેમ ચૂંટણી નજીક આવે તેમ પક્ષ પલટો કરવો કે સંગઠનને સાથે રાખી કોઈ પક્ષ મા જોડાઇ જવું એ પણ હવે સામાન્ય બાબત થઈ ગઈ છે.ત્યારે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે.અને તે પહેલા પાસ કન્વીનર અલ્પેશ કથરિયાએ ભાજપ માં જોડાઇ એ ચર્ચાએ જોર પકડ્યું છે.