નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર 2022 શુક્રવાર : ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા છે.પ્રેસ કોન્ફરન્સ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે.ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂર્ણ થઈ રહ્યો છે.બંને રાજ્યોમાં વર્તમાનમાં ભાજપની સરકાર છે.ગઈ વખતે 10 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર થઈ હતી. આજની જાહેરાતમાં ગુજરાતની મતગણતરીની તારીખનો અંદાજ આવી શકે છે.હિમાચલ પ્રદેશની વેધર કન્ડિશનના કારણે દર વખતે ચૂંટણીની જાહેરાત વહેલી થાય છે.
વડાપ્રધાન મોદી 19 અને 20ના રોજ રાજકોટ અને જૂનાગઢની મુલાકાતે આવી રહ્યા છે.જે સરકારી કાર્યક્રમ છે એટલે ગુજરાતની જાહેરાત થાય એવું લાગતું નથી.ગુજરાતની ચૂંટણીનું એલાન 20- 22 ઓક્ટોબર પછી થાય તેવી સંભાવના વર્તાવાઈ રહી છે.