બીજેપીના સાંસદ માટે બે પત્નીઓએ રાખ્યું કડવા ચોથનું વ્રત

125

– એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છે
– અર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં સામેલ હતા
– 2014ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા

નવી દિલ્હી,તા.14 ઓક્ટોબર 2022,શુક્રવાર : કડવા ચોથનો તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહિત ઘણી પાર્ટીઓના નેતાઓએ પણ કડવા ચોથની ઉજવણી કરતા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.આ દરમિયાન રાજસ્થાનના ઉદયપુરથી આવેલા
બીજેપી સાંસદ અર્જુનલાલ મીણાની એક તસવીર પણ શેર કરવામાં આવી રહી છે,જેમાં તેઓ પોતાની બે પત્નીઓ સાથે કડવા ચોથનો તહેવાર મનાવતા જોવા મળી રહ્યા છે.

58 વર્ષીય સાંસદ મીણા એ તેમની બે પત્નીઓ સાથે કરાવવા ચોથનો તહેવાર ઉજવ્યો હતો. મીણા એ બે મહિલાઓ મીનાક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કર્યા છે.મીનાક્ષી અને રાજકુમારી બંને બહેનો છે.પ્રોફેશનની વાત કરીએ તો સાંસદની એક પત્ની રાજકુમારી ટીચર છે, જ્યારે બીજી પત્ની મીનાક્ષી ગેસ એજન્સીની માલિક છે.અર્જુનલાલ મીણા રાજસ્થાનના ભાજપના 25 સાંસદોમાં સામેલ હતા જેમને લોકસભા ચૂંટણી 2019માં ઉદયપુર સંસદીય ક્ષેત્રના લોકોએ સંસદમાં મોકલ્યા હતા.આ પહેલા તેઓ 2014ની સામાન્ય ચૂંટણીમાં સાંસદ તરીકે ચૂંટાયા હતા.

સાંસદ મીણાની કારકિર્દી

રાજસ્થાનની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી M.Com, B.Ed અને LLB કરી ચૂકેલા અર્જુનલાલ મીણા 2003થી 2008 સુધી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે.આ પછી, બીજેપી નેતા વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઉદયપુરથી સાંસદ તરીકે ચૂંટાયા અને 2019માં મીણા ફરી જીતી ગયા.

Share Now