TV એક્ટ્રેસ વૈશાલી ઠક્કરના નિધનથી તેમના દોસ્ત અને ફેન્સ આઘાતમાં છે.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.સુસાઈડ નોટના આધારે મુખ્ય આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે.રાહુલની સાથે તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે.સુસાઈડ નોટના જે પાનાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે,તેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, રાહુલ અને વૈશાલી લાંબા સમયથી પરેશાન કરી રહ્યા હતા,જેના કારણે વૈશાલીએ પોતાનું જીવન ખતમ કરી લીધું.વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં રાહુલ અને તેના પરિવારને સજા અપાવવાની માગ કરી છે.
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સુસાઈડ નોટના આધારે મુખ્ય આરોપી રાહુલ નવલાનીની ધરપકડ કરવામાં આવી છે.રાહુલની સાથે તેની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે.સુસાઈડ નોટના જે પાનાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, તેનાથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે.વૈશાલીએ પોતાની સુસાઈડ નોટમાં રાહુલ અને તેના પરિવારને સજા અપાવવાની માગ કરી છે.
સુસાઈડ નોટમાં લગાવ્યા અનેક આરોપો
જાણકારી માટે જણાવી દઈએ કે, વૈશાલીના રૂમથી સુસાઈડ નોટ મળી હતી,જેમાં પાડોશી રાહુલ નવલાની પર તેને હેરાન કરવાનો કરવાનો આરોપ લગાવ્યો હતો.જે બાદ પોલીસને એક ડાયરી પણ મળી,જેમાં તેણે પોતાના માતા-પિતાની માફી માગી હતી.રિપોર્ટ્સ પ્રમાણે, વૈશાલીએ લખ્યું કે, મમ્મી-પ્પા મને માફ કરી દેજો.હું તમારા માટે એક સારી દીકરી ન બની શકી.મારા મોત પાછળ રાહુલ જવાબદાર છે.તેને છોડતા નહીં.તેણે અઢી વર્ષ સુધી મને હેરાન કરી છે.
મારી આત્માને શાંતિ નહીં મળે
વૈશાલીએ લખ્યું કે, તમે રાહુલ અને તેની પત્ની નિશાને સજા જરૂરથી અપાવજો,નહીંતર મારી આત્માને શાંતિ મળશે નહીં.સુસાઈડ નોટને ‘આઈ ક્વિટ’ લખીને ખતમ કરી દીધી હતી.રાહુલ પર એ પણ આરોપ છે કે, તે ફોટો અને વીડિયો મારફતે વૈશાલીને બ્લેકમેલ કરતો હતો.
ડિસેમ્બરમાં થવાના હતા લગ્ન
વૈશાલીની આત્મહત્યાથી તેના દોસ્તોને આઘાત લાગ્યો છે.વૈશાલી અઢી વર્ષથી પરેશાન હતી, જેની કોઈને જાણ થઈ ન હતી.ડિસેમ્બર 2022માં વૈશાલીના મિતેશ નામની વ્યક્તિ સાથે લગ્ન થવાના હતા.