સુરત : સુરતમાં ધૂમ સ્ટાઈલમાં બાઈક ચલાવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત પોલીસે અલગ-અલગ વિસ્તારમાં ટીમ બનાવી કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ત્રિપલ સવારી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી.આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે.જેને લઈને સુરત પોલીસ એક્શનમાં છે.સુરત પોલીસ દ્વારા વ્હીકલ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.રાત્રીના સમયે રેસ લગાવતા,ધૂમ સ્ટાઈલમાં બાઈક હંકારતા તેમજ ત્રિપલ સવારી અને ટ્રાફિક નિયમોનું પાલન ના કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસની આ સ્પેશિયલ ડ્રાઈવમાં ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ઉપરાંત પોલીસ દ્વારા ચુસ્ત વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.
ડીસીપી સાગર બાગમારે જણાવ્યું હતું કે, વેસુ,ઉમરા,અલથાણ,અઠવા સહિતના વિસ્તારોમાં મુખ્ય પોઈન્ટ પર ત્રિપલ સવારી વાહન ચાલકો,ધૂમ સ્ટાઈલમાં વાહન ચાલવતા તેમજ રેસિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસ દ્વારા વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.લોકોને વિંનતી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરે.આગામી સમયમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રકારે ડ્રાઈવ યોજવામાં આવશે.