આજે આઝાદ હિંદ ફોજની વર્ષગાંઠ : જાણો કેવી રીતે આઝાદી માટે લડ્યાં સુભાષચંદ્ર બોઝ અને તેમની સેના

122

આઝાદ હિંદ ફોજ અથવા ઈન્ડિયા નેશનલ આર્મી (INA) ની સ્થાપના સૌપ્રથમ મોહન સિંહ દ્વારા 1942 માં કરવામાં આવી હતી.બ્રિટિશ રાજથી ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા મેળવવા માટે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 21 ઓક્ટોબર, 1943ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા તેને પુનર્જીવિત કરવામાં આવ્યું હતું.આ દિવસે આઝાદ હિંદ સરકાર નામની ભારતની પ્રથમ સ્વતંત્ર કામચલાઉ સરકારની જાહેરાત કરવામાં આવી હતી.તેથી દર વર્ષે 21 ઓક્ટોબરે,આઝાદ હિંદ સરકારની રચનાની વર્ષગાંઠ દેશભરમાં ઉજવવામાં આવે છે.

કેવી રીતે થઈ આઝાદ હિંદ ફોજની રચના

દેશના હેતુ માટે વિદેશમાં કામ કરતા ઘણા ભારતીય ક્રાંતિકારીઓ હતા.આમાં રાશબિહારી બોઝ પણ હતા,જેઓ જાપાનમાં 1915થી અંગ્રેજોના ભાગેડુ તરીકે રહેતા હતા. WW2 દરમિયાન, તેમણે અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ માટે ભારતીયોને એકત્ર કરવાની તક ઝડપી લીધી હતી.અંગ્રેજો વતી સંખ્યાબંધ ભારતીય સૈનિકો લડી રહ્યા હતા. જ્યારે જાપાનીઓએ દક્ષિણ પૂર્વ એશિયામાં અંગ્રેજોને હરાવ્યા પછી કેપ્ટન મોહન સિંહને ભારતની આઝાદી માટે જાપાનીઓ સાથે મળીને કામ કરવા સમજાવ્યા હતા. ઈ.સ.1942 માં, ટોક્યો ખાતે ભારતીયોની એક પરિષદ યોજાઈ હતી અને તેઓએ ભારતીય સ્વતંત્રતા લીગની રચના કરી હતી.ત્યારબાદ જૂન 1942માં બેંગકોકમાં પરિષદ યોજાઈ,જ્યાં રાશબિહારી બોઝ લીગના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ભારતીય રાષ્ટ્રીય સેનાને વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.તે નિર્ણય બાદ કેપ્ટન મોહન સિંહને INA ના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા,જેમાં લગભગ 40,000 ભારતીય સૈનિકો હતા.આ પરિષદે સુભાષ ચંદ્ર બોઝને ચળવળનું નેતૃત્વ કરવા આમંત્રણ આપ્યું હતું.આ પહેલા બોઝ ઈ.સ.1941માં ભારતથી બર્લિન ભાગી ગયા હતા,તે પછી જૂન, 1943માં તેઓ ટોક્યો આવ્યા અને પછી ભારતીય સિંગાપોરમાં INAમાં જોડાયા.

રાશબિહારી બોઝે સુભાષ બોઝને નેતૃત્વ સોંપ્યું અને આઝાદ હિંદ સરકારની રચના થઈ.જેણે પાછળથી નવેમ્બર 1943માં જાપાનીઓએ આંદામાન અને નિકોબાર ટાપુઓનો વહીવટ INAને સોંપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.આમ, ભારતની આઝાદી માટે INAનો પરાક્રમી સંઘર્ષ શરૂ થયો.

INA નું જીવન સૂત્ર – “તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા”

થોડા મહિનાઓમાં INA પાસે ગાંધી, આઝાદ અને નેહરુના નામ પર ત્રણ લડાયક બ્રિગેડ હતા.જે બાદ ટૂંક સમયમાં અન્ય બ્રિગેડ ઉભી કરવામાં આવી,જેમ કે સુભાષ બ્રિગેડ અને રાણી ઝાંસી બ્રિગેડ જે એક વિશિષ્ટ મહિલા દળ હતું.આ ઉપરાંત વિદેશી ભારતીયોએ સેના માટે નાણાં અને સામગ્રીના સંદર્ભમાં પણ ભારે યોગદાન આપ્યું હતું.

21 ઓક્ટોબર, 1943ના રોજ, સુભાષચંદ્ર બોઝે એચ.સી. ચેટર્જી (ફાઇનાન્સ પોર્ટફોલિયો), એમ.એ. અય્યર (પ્રસારણ), લક્ષ્મી સ્વામીનાથન (મહિલા વિભાગ), વગેરે સાથે સિંગાપોરમાં મુક્ત ભારત માટે કામચલાઉ સરકારની રચના કરી.આ કામચલાઉ સરકારે બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સ સામે યુદ્ધની ઘોષણા કરી, અને તેને ધરી સત્તાઓ દ્વારા માન્યતા પણ આપવામાં આવી હતી. તેનાં માટે તેમાં ભરતીઓ કરવામાં આવતી અને તાલીમ પણ આપવામાં આવી હતી,ઉપરાંત INA માટે ભંડોળ એકત્ર કરવામાં આવતું હતું.આ સમયગાળા દરમ્યાન જ સુભાષચંદ્ર બોઝે તેમનું પ્રખ્યાત સૂત્ર – “તુમ મુઝે ખુન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ જાન્યુઆરી 1944માં આઈએનએ હેડક્વાર્ટરને રંગૂન (હાલનું બર્મા) ખાતે ખસેડવામાં આવ્યું હતું, અને લશ્કરમાં ભરતી કરનારાઓએ ત્યાંથી “ચલો દિલ્હી”ના યુદ્ધના નારા સાથે કૂચ કરવાની શરૂઆત કરી હતી. 6 જુલાઈ, 1944ના રોજ,સુભાષ બોઝે આઝાદ હિંદ રેડિયો પરથી મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે સંબોધ્યા (જે ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ તરીકે ઓળખાવનાર પ્રથમ વ્યક્તિ હતા) જેમાં તેમણે “ભારતના છેલ્લા સ્વતંત્રતા યુદ્ધ” માટે ગાંધીજીના આશીર્વાદ માંગ્યા હતા.ત્યારપછી, આઝાદ હિંદ ફૌઝે બર્મા સરહદ પાર કરી, અને 18 માર્ચ, 1944ના રોજ ભારતીય ભૂમિ પર ઊભી રહી.જ્યાં INA એકમો કોહિમા અને ઇમ્ફાલ સુધી આગળ વધ્યા હતા.

ભારતની ધરતી પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો

જો કે, INA બે કારણોસર ઇમ્ફાલ કબજે કરવામાં નિષ્ફળ રહી હતી,એક કે જાપાનીઓ INA ને જરૂરી સામગ્રી અને એર કવર સપ્લાય કરવામાં નિષ્ફળ ગયા હતાં અને બીજું કે ચોમાસાએ તેમની આગેકૂચ અટકાવી દીધી હતી.આ દરમિયાન અંગ્રેજો તેમના દળોને ફરીથી ગોઠવવામાં સક્ષમ હતા અને તેમણે વળતા હુમલાઓ શરૂ કર્યા.સામે INA વીરતાપૂર્વક લડ્યું,પરંતુ યુદ્ધનો માર્ગ બદલાઈ રહ્યો હતો.ત્યારપછી સ્થિર જાપાનીઝ પીછેહઠએ INA દ્વારા રાષ્ટ્રને મુક્ત કરવાની કોઈપણ આશાને નકારી કાઢી હતી,જે પીછેહઠ ઈ.સ.1945ના મધ્ય સુધી ચાલુ રહી હતી.15 ઓગસ્ટ, 1945 ના રોજ બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનનું શરણાગતિ થયું અને તેની સાથે INA પણ.ત્યારબાદ 18 ઓગસ્ટ, 1945ના રોજ,સુભાષ બોઝનું તાઈપેઈ (હાલનું તાઈવાન) ખાતે એક એર-ક્રેશમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું.પરંતુ જ્યારે INA POWsને યુદ્ધ પછી ભારતમાં પાછા લાવવામાં આવ્યા ત્યારે અને તેમને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા,ત્યારે તેમના બચાવમાં એક શક્તિશાળી ચળવળ ઊભી થઈ હતી.

INA એ સ્વતંત્રતા સંગ્રામ પર નોંધપાત્ર અસર કરી

INA તેના લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહી હતી,પરંતુ તેણે સ્વતંત્રતા સંગ્રામ પર નોંધપાત્ર અસર કરી હતી. INAની લડત બાદ અંગ્રેજોને તે સ્પષ્ટ થઈ ગયું કે, તેઓ હવે ભારતીય સૈનિકોની વફાદારી પર આધાર રાખી શકશે નહીં અને તેમની સાથે ભાડૂતી તરીકે નહીં વર્તે. INA ના સંઘર્ષોએ દર્શાવ્યું હતું કે જેઓ અંગ્રેજો સામે સશસ્ત્ર સંઘર્ષ કરે છે,તેમને સાંપ્રદાયિક વિભાજનની જરાય અસર થતી નથી.જેમ કે, INAમાં હિન્દુઓ, મુસ્લિમો અને શીખો હતા,જેઓ ભારતીય તરીકે લડ્યા હતા.

Share Now