સુનકની PM પદે નિમણૂક બ્રિટિશ હિંદુઓ માટે ઓબામા મોમેન્ટ

162

– યુકેના હિન્દુ મંદિરના નેતાઓમાં આનંદ
– સાઉધમ્પટનમાં સુનકના પિતામહ રામદાસે 1971માં આ મંદિર બનાવડાવ્યું : સુનક દર સ્થાપના દિને મંદિરે આવે છે

લંડન : ઋષિ શુનક બ્રિટનના વડાપ્રધાન પદે નિયુકત થતા, બ્રિટન સ્થિત હિન્દુઓ માટે તો તે ઓબામા મોમેન્ટ બની રહી છે.તેમ હિન્દુ મંદિરના નેતાએ જણાવ્યું હતું.૪૨ વર્ષના શુનકે ઇંગ્લેન્ડના ટોરી (કોન્ઝોર્ટીવ) પાર્ટીના નેતા પદની પક્ષની આંતરિક ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો.ઇંગ્લેન્ડના વડાપ્રધાન પદના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલા અશ્વેત અને ભારતીય વંશના વ્યકિત બની રહ્યા છે. (૧૭૨૦)માં થોમસ વોલપોલા સૌથી પહેલા બ્રિટનના વડાપ્રધાન પદે નિયુકત થયા હતા. ૧૪૦ સુધી તે પદે રહ્યા હતા.પરંતુ તેઓ નિર્વાચિત નહીં પરંતુ નિયુક્ત (રાજા દ્વારા) વડાપ્રધાન હતા.ઉલ્લેખનીય છે કે લંડનથી ૧૧૦ કિ.મી. દૂર આવેલા સાઉધમ્ટનમાં ઋષિ શુનકના પિતામહ રામદાસે ૧૯૭૧માં આ મંદિરની સ્થાપના કરી હતી.શુનકના પિતાશ્રી યશ આ મંદિરના ટ્રસ્ટી પદે પણ હતા.જુલાઈ ૨૦૨૨માં ઋષિ શુનકે આ મંદિરની મુલાકાત લીધી હતી અને ભાવિકોને ભોજન આપ્યું હતું.

આ મંદિરની વ્યવસ્થાપક સમિતિના વડા સંજય ચંદારાણાએ કહ્યું હતું કે શુનકની બ્રિટનના વડાપ્રધાન પદે કરાયેલી નિયુક્તિ બરાક ઓબામાં મુમેન્ટ સમાન બની રહી છે.બરાક ઓબામા અમેરિકાના સૌથી પહેલા અશ્વેત પ્રમુખ હતા.તેઓ ૨૦૦૯માં અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા હતા.અમારા માટે તો ઋષિ શુનકના વડાપ્રધાન પદ માટેની વરણી ઓબામા મુમેન્ટ બની રહી છે.આ દર્શાવે છે કે દેશમાં વિવિધ જાતીઓ અને ધર્મોનું કેવું અદ્ભુત સંકલન સર્જાઈ રહ્યું છે.

Share Now