– વિનુ મોરડિયા જ્યારે પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા જાય છે ત્યારે ઘોડા ઉપર જ સવાર હોય છે
સુરત, તા. 11 નવેમ્બર 2022, શુક્રવાર : ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યારબાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મૂરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે.ત્યારે હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે.ત્યારે કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ રજવાડી ઠાઠમાં ઘોડે સવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યાં હતાં.ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આજથી ફર્સ્ટ ફેઝ 1ના તમામ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે ત્યારે સુરતના કતારગામ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના પૂર્વમંત્રી વિનોદ મોરડીયાએ અનોખી રીતે ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતા. તેમણે વંશ પરંપરાગતની પ્રથા જાળવી રાખી હતી અને આશીર્વાદ ઘોડી પર સવાર થઈને તેઓ ફોર્મ ભરવા માટે ઘરેથી નીકળ્યા હતા.વિજય મુહૂર્ત પર તેઓ ફોર્મ ભરવાના છે અને આ અંગે તેઓએ જણાવ્યું હતું કે, આ ઘોડી તેમના માટે શુભ છે અને પરંપરાગત રીતે શુભ કાર્ય કરવા જ્યારે પણ તેઓ ઘરેથી નીકળે છે ત્યારે આ ઘોડી પર સવાર થાય છે. અગાઉ પણ કોર્પોરેશન ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ આવી જ રીતે ઘોડી પર સવાર થઈને ઘરેથી નીકળ્યા હતા.
વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. વિનુ મોરડિયા જ્યારે પણ પોતાના ઉમેદવારી પત્ર ભરવા જાય છે ત્યારે ઘોડા ઉપર જ સવાર હોય છે.કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા.વિધાનસભાની ચૂંટણી વખતે પણ જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની હોય ત્યારે આ પ્રકારે અલગ અંદાજમાં જ નીકળે છે.