155 ઓલપાડ વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે વાજતેગાજતે ઉમેદવારી નોંધાવી

167

– જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા દર્શન નાયક

સુરત તા.11 : ૧૫૫ વિધાનસભા બેઠકના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયકે આજે વિશાલ સમર્થકો અને કોંગ્રેસ આગેવાનો- કાર્યકરો સાથે ઓલપાડ પ્રાંત કચેરી ખાતે નામાંકન પત્ર ભર્યું હતું.ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠક માટે ખેડૂત આગેવાન દર્શનકુમાર અમૃતલાલ નાયકની પસંદગી કરતા ઓલપાડ વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી ગયો છે.તેમજ દર્શન નાયકના સમર્થકો-શુભેચ્છકોમાં ખુશી વ્યાપી ગઈ છે.આજરોજ ૧૫૫- ઓલપાડ વિધાનસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ તાલુકા કોંગ્રેસ કાર્યાલય કચેરી ખાતે આવી પહોંચ્યા ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરો-સમર્થકો ઉમટી પડ્યા હતા ને દર્શન નાયકનો જયજય કાર બોલાવી દીધો હતો.ત્યારબાદ ઢોલ નગારાના ત્રાસા સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર દર્શન નાયક ઓલપાડ પ્રાંત કચેરી ખાતે કાર્યકરો અને સમર્થકો સાથે પગપાળા પહોંચી ઉમેદવારી પત્રક ભર્યું હતુ આ પ્રસંગે ખૂબ જ મોટી સરકાર સંખ્યામાં સુરત જિલ્લા શહેર વિસ્તારના કોંગ્રેસના આગેવાનો-કાયૅકરો,સામાજિક- ધાર્મિક આગેવાનો તેમજ ખેડૂત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share Now