ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.ત્યારે આજે ફોર્મ ભારાઈ જતા આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી શરુ કરવામાં આવશે.ત્યારે આજે ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસર હોવાથી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારો તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા ઉમટી પડ્યા છે.ત્યારે ગુજરાત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મજૂરાથી ઉમેદવારી કરી રહ્યા છે.ત્યારે આજે તેઓ તેમના સમર્થકો સાથે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.
હર્ષ સંઘવી પહોચ્યાં વડાપાઉંની લારીએ
હર્ષ સંઘવી આજે ફોર્મ ભરવા કલેક્ટર કચેરી પહોંચ્યા તે પહેલા તેઓ તેમના સમર્થકો સાથે વડાપાંવની લારી પર જઈ નાસ્તાની મજા માણી હતી.તે પહેલા તેઓએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીના આશીર્વાદ લીધા હતા.આ સાથે મજુરાના લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું કે મને 27 વર્ષે સેવાની તક આપી તે બદલ હું આભારી છું તેમજ કોંગ્રેસે મને બાળક ગણાવ્યો પણ તમે મારા પર વિશ્વાસ મુક્યો તે બદલ હું મજુરાના લોકોનો આભાર માનું છું.
ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે.તેમાં પણ આજે ઉમેદવારી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે અનેક ઉમેદવારો આજે ફોર્મ ભરવા માટે સવારથી જ દોડધામ કરી રહ્યા છે.ત્યારે આજે ફોર્મ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જશે જે બાદ કાલથી ફોર્મ ચકાસણીની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.