ગુજરાતમાં સોશિયલ મીડિયાના ધમપછાડા આપના પૂરા થઈ ગયા છે.એક મહિના પહેલાં ભાજપ અને આપ વચ્ચે સીધી લડાઈ હોવાનો માહોલ ઉભો કરનાર કેજરીવાલની આપ પાર્ટીની હવાનો પરપોટો ફૂટી ગયો છે.હવે ખુલ્લેઆમ ભાજપની બી ટીમ તરીકે કામગીરી કરતી હોય એમ ગોઠવણો કરી રહી હોવાની ચર્ચાઓ છે.કેજરીવાલે આજે ટ્વીટ દ્વારા એવો ડર વ્યક્ત કર્યો છે કે, આપના સુરત પૂર્વના ઉમેદવારનું નોમિનેશન કેન્સલ કરાવવાના ભરપૂર પ્રયાસો બાદ એમની ઉમેદવારી ફાયનલ થતાં તેઓ ગઈકાલથી પરિવાર સહિત ગુમ છે.એમના પર ફોર્મ પરત ખેંચવા માટે પ્રેશર કરાઈ રહ્યું છે.
રાજ્યના હોમ મીનિસ્ટરના શહેરમાં જ કદાચ આપના ઉમેદવારનું અપહરણ તો નથી થયું ને એવો સનસનીખેજ સવાલ કર્યો છે.જોકે, આપના ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચવા માટે પ્રાંત અધિકારીની કચેરીએ હોવાનું ખૂલતાં આપને ઝટકો તો લાગ્યો છે પણ આપની પોલ પણ ખૂલી ગઈ છે.એવી ચર્ચા છે કે કંચન જરીવાલને ઉભા રાખી ભાજપને બદલે કોંગ્રેસને નુક્સાન કરાવવાની આપે કરેલી ગોઠવણનો હિસ્સો બનવા ન માગતા કંચન જરીવાલે આ ટિકિટ પરથી ફોર્મ પરત ખેંચી લીધું છે.આ સિવાય આ મામલે પોલીસ એલર્ટ બને અને જરીવાલની પૂછપરછ થાય તો આજનો દિવસ પૂરો થાય તો એ ફોર્મ પરત ના ખેંચી શકે પણ જરીવાલ કેજરીવાલ જાગે એ પહેલાં જ એલર્ટ બની પ્રાંત કચેરીએ પહોંચી જતાં આપના આયોજનો ખોરવાઈ ગયા છે.
સુરત પૂર્વ બેઠકમાં ૯૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો ભાજપની ગણતરી ઊંધી કરી શકે
સુરત પૂર્વ બેઠકમાં ૯૦ હજાર જેટલા મુસ્લિમ મતદારો ભાજપની ગણતરી ઊંધી કરી શકે છે.ભાજપે આ બેઠક પર સીટીંગ ઉમેદવારને ટિકિટ આપી હોવા છતાં ભાજપે આ બેઠકને રેડ ઝોનમાં મૂકી છે.સુરતમાં 12 બેઠકો પર જીતના દાવાઓ કરતી ભાજપને આ બેઠક પર જીતનો વિશ્વાસ નથી.કોંગ્રેસના વોટ તોડવા માટે ઔવેસી સક્રિય હોવા છતાં આ બેઠક પર આપમાંથી ખત્રી ઉમેદવાર જાહેર થાય તો ભાજપ માટે આ બેઠક પર કપરાં ચઢાણ હતાં.સુરત પૂર્વ બેઠક પર લઘુમતી મતદાર સાથે આપ ફેક્ટર પણ ભાજપ માટે જોખમરૃપ હતું પણ રાજ્યમાં ભાજપની બી ટીમ ગણાતી આપે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરીને સાબિત કરી દીધું છે કે કેજરીવાલ કોંગ્રેસને નુક્સાન અને ભાજપને ફાયદો કરાવવા માટે ધમપછાડા કરી રહ્યાં છે.