MTB કોલેજમાં પેપર લીક મામલે ABVP ના કાર્યકરોએ રામધૂન બોલાવી નોંધાવ્યો વિરોધ

103

– કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષાપૂર્વક પેપર લીક કરવાના આરોપ
– ABVPના કાર્યકરોએ પ્રીન્સીપલને પદ પરથી હટાવવા માંગ કરી

વિધાનસભાની ચૂંટણીના માહોલ વચ્ચે સુરતમાં પેપર લીક થવાના મુદ્દે મામલો ગરમાયો છે.સુરતના અથવા લાઇન્સ સ્થિત આવેલી એમટીબી કોલેજમાં પેપર લીક મામલે નર્મદ યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાંપાનેરી પર પરીક્ષાપૂર્વક પેપર લીક કરવાના આરોપ લાગ્યા હતા એબીવીપી કાર્યકરો દ્વારા કુલપતિની ઓફિસ બહાર રામધુન બોલી ભાવના ચાંપાનેરીને પ્રીન્સીપલ પદ પરથી હટાવવા માંગ કરવામાં આવી હતી

ઓક્ટોબર મહિનામાં પરીક્ષાપૂર્વક બે દિવસ પહેલા એમ.ટી.બી કોલેજના પ્રિન્સિપલ ભાવના ચાપેનેરી દ્વારા પેપરના સીલ ખોલી લીક કર્યા હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા હતા એબીવીપીએ આ મામલે ભારે વિરોધ દર્શાવ્યો હતો વિરોધને પગલે વીર નર્મદ યુનિવર્સિટીએ કમિટીની રચના કરી ભાવના ચાંપાનેરીને સસ્પેન્ડ કરાવી દેવાયા હતા જ્યારે પેપર લીક મામલે 25 દિવસ વીતી ગયા છતાં વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાના આરોપ એબીવીપી દ્વારા કરવામાં આવ્યા છે. જેને પગલે આજ રોજ એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં વીર નર્મદ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવી કુલપતિ ઓફિસ બહાર રામધૂન બોલી ભાવના ચાંપાનેરીને પ્રિન્સિપલ પદ પરથી હટાવવાની માંગ સાથે તેમના વિરૂદ્ધ એફ આઇ આર કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

વીર નર્મદ યુનિવર્સિટી ખાતે એમટીબી આર્ટસ કોલેજમાં થયેલા પેપર લીક મામલે ABVPના 100 જેટલા કાર્યકરોએ મળી ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પ્રિન્સિપલ સામે કાર્યવાહી કરી ઉમરા પોલીસ મથકમા ફરિયાદ કરવાની તૈયારી બતાવતા આખરે મામલો થાળે પાડયો હતો

Share Now