ડબલ મર્ડરના કેસમાં ગેન્ગસ્ટર છોટા રાજન સહિત 4ને કોર્ટે નિર્દોષ મુક્ત કર્યા

132

– સરકારી પક્ષ ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ નિવડી હોવાની નોંધ

મુંબઈ : ભિંડી બજાર પરિસરમાં જે જે સિગ્નલ પાસે કરેલી બેવડી હત્યાના કેસમાં સેશન્સ કોર્ટની વિશેષ સીબીઆઈ કોર્ટે ગેન્ગસ્ટર છોટા રાજન અને અન્ય ત્રણ આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કર્યા છે. ૧૩ વર્ષ આ કેસ ચાલ્યો હતો,પણ પુરાવા અભાવે આરોપીનો છુટકારો કરાયો હતો.બોમ્બે સેશન્સ કોર્ટના વિશેષ જજ એ.એમ. પાટીલે આદેશ આપ્યો હતો. ૨૯ જુલાઈ ૨૦૦૯ના રોજ હત્યા થઈ હતી.આરોપી ૧૨ વર્ષથી અદાલતી કસ્ટડીમાં હતા.અંડરવર્લ્ડ ડોન છોટા રાજન સહિત ચાર આરોપીઓને બેવડી હત્યા કેસમાં રાજન અને અન્ય ત્રણને નિર્દોષ મુક્ત કરાયા હતા.

જેજેસિગ્નલ પાસે થયેલી આ ઘટનામાં છોટા શકીલ ટોળકીના આસિફ દાઢી ઉર્ફે છોટે મિયા અને શકીલ મોડકની ૨૯ જુલાઈ ૨૦૦૯ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.ગુનાનો સૂત્રધાર છોટા રાજન હોવાનો આરોપ હતો.રાજન સાથે મોહમ્મદ અલી જાન,પ્રણય રાણે,ઉમેદ અને છોટા રાજન એમ ચાર આરોપી હતી.

કોર્ટે ચુકાદો આપતાં નિરીક્ષણ કર્યું હતું કે આ કેસના આરોપીની ઘટનાના દોઢ વર્ષ બાદ ઓળખ પરેડ થઈ હતી.તપાસમાં વિસંગતી,ઓળખ પરેડમાં નિષ્ફળતા,હથિયાર અને બુલેટ મેચ થતા નહોવાથી તેમ જ આ પુરાવા ગુનો સિદ્ધ કરવામાં અપુરતા હોવાની નોંધ કરીને આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.

Share Now