– બિલ્ડરો,ખેડૂત અને બ્લેકમની જનરેટ કરનારા વિરુદ્ધ કાર્યવાહી
– દરોડામાં જમીનોના મોટા સોદા કરી ટેક્સ નહીં ભરનારા પણ સામેલ
વિધાનસભાની ચૂંટણી અંતર્ગત રૂપિયાની હેરાફેરી પર સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે આઇટી વિભાગ દ્વારા ડેટા અને ટ્રાન્જેક્શનની ચકાસણીમાં સુરત અને સોનગઢમાં છ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.આઇટીના આ દરોડામાં જમીન દલાલ સહિત સટ્ટો રમનારા અને બ્લેકમની જનરેટ કરનારા સાણસામાં આવ્યા છે.
આઇટી વિભાગ દ્વારા જમીન દલાલ સટ્ટો રમનારા અને બ્લેકમની જનરેટ કરવાના કામ સાથે સંકળાયેલા હોઈ તેવી છ જગ્યાએ દરોડા પાડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.આ દરોડામાં જમીનોના મોટા સોદા કરી ટેક્સ નહીં ભરનારા પણ સામેલ છે.સાથે જ વ્યાજે રૂપિયા ફેરવતા ખેડૂતો પણ આઈટી વિભાગના નજરે ચડ્યા છે.ત્યારે આ દરોડામાં દરમ્યાન અલ્થાનના ખેડૂત અનિલ સોલંકીને ત્યાંથી જમીનોને લગતા ડોક્યુમેન્ટ મળ્યા હોવાની વાત સામે આવી છે.જે ડોક્યુમેન્ટની ચકાસણી હાલ કરવામાં આવી રહી હોય અધિકારીઓ આ બાબતે હાલ કઈ કહેવા તૈયાર નથી.જોકે ડોક્યુમેન્ટ્સની ચકાસણી બાદ મોટા ધડાકાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આઈકર વિભાગ દ્વારા સોનગઢમાં સત્તા સાથે સંકળાયેલા અને બ્લેકમની જનરેટ કરતા એક વ્યક્તિને સાણસામાં લેવાયો હતો સુરતમાં જમીનના સોદામાં ચારથી વધુ જગ્યાએ તપાસ કરવામાં આવી છે.સુરત અલથાણના ખેડૂત અનિલ સોલંકી બળવંત અને જામુને ત્યાં દરોડાની કાર્યવાહી થતા તેમની સાથે સોદો કરનારા અન્ય ખેડૂતો દલાલો અને બિલ્ડરો પણ દોડતા થઈ ગયા છે.અધિકારીઓ હાલ જમીનોના સોદા કોની સાથે થયા છે બ્રોકર કોણ હતા,અને કયા બિલ્ડરે જમીનો ખરીદી છે તે પાર્ટીઓના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે ગતરોજ સુરત ઇનકમટેક્ષએ કુખ્ખાત બુકી મુન્નો ઓલપાડ અને તેના સાથીદાર મનોજના ત્યાં પણ દરોડા પાડ્યા હતા.ઉપરાંત વ્યારા સોનગઢમાં મોટાપાયે ફાયનનાન્સર બ્રિજેશ પટેલને પણ વરુણીમાં લીધો હોવાના અહેવાલ છે.સંખ્યાબંધ અધિકારીઓએ વિવિધ સ્થળોએ દરોડા પાડતા ઉદ્યોગપતિ જૂથમાં પણ ફફડાટ ફેલાયો છે.સુરત DDI વિંગ દ્વારા શહેરના અલથાન વિસ્તારમાં જનીનના ધંધા સાથે સંકળાયેલા અર્જુનસિંહ સોલંકી તેમજ ભરથાણાના જમીનદાર બળવંત પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.આ ઉપરાંત જમીન દલાલ ઝાંબુ શાહ તેમજ ઉત્તર ગુજરાતના એક પટેલ અટકધારી જમીન દલાલને ત્યાં પણ સર્ચની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.ઘણા લાંબા સમયના અંતરાલ બાદ વિંગએ દરોડા પડતા શહેરના અન્ય જમીનના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને દરોડાની સંપૂર્ણ કામગીરીના અંતે મોટાપાયે કરચોરી પકડાઈ એવી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.