દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસની તપાસ હજુ ચાલી રહી છે,ત્યાં રાજસ્થાનના અજમેર જિલ્લામાં એક સનસનીખેજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે.લગ્નના માત્ર 26 દિવસ બાદ એક શખ્સે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના ઘટી છે.આ ઘટનાને અંજામ આપ્યા પછી પતિએ પત્નીની લાશને બોરીમાં ભરીને પુષ્કરમાં ફેંકી દીધી.
આ રીતે પકડાયો આરોપી
જણાવી દઈએ કે પત્નીની હત્યા બાદ જ્યારે પતિ તેની લાશને બોરીમાં છુપાવવા જઈ રહ્યો હતો ત્યારે પાડોશીએ તેને જોઈ જતા પોલીસને જાણ કરી હતી.આ પછી સમગ્ર મામલો સામે આવ્યો અને પોલીસે આરોપી પતિની ધરપકડ કરી.પોલીસે પતિની પૂછપરછ કરીને મૃતદેહ કબજે કર્યો છે.ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની દ્વારકા નગર શેરી નંબર-4માં રહેતો મુકેશ સિંધી નયા બજારમાં કપડાંની દુકાન ચલાવે છે,જેના લગ્ન ભગવાન ગંજની રહેવાસી જેનિફર સાથે 26 દિવસ અગાઉ થયા હતા. લગ્ન પછી બંને વચ્ચે ઝઘડા થવાના શરૂ થયા.
પત્ની કરગરતી રહી પણ પતિએ મારી નાંખી
બુધવારે સવારે મુકેશ અને તેની પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.આરોપીના પાડોશીઓએ જણાવ્યું કે સવારે લગભગ 11 વાગે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો અને જેનિફર સતત કહી રહી હતી કે મને માફ કરો, હું હવે આવું નહીં કરું. , થોડીવાર પછી બંનેનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો અને થોડીવાર પછી મુકેશ ઘરની બહાર કોથળો લઈને નીકળ્યો હતો.પાડોશીઓના કહેવા પ્રમાણે મુકેશ એ જ બોરી લઈને ઘરની બહાર આવ્યો હતો જે સ્કૂટી પર રાખતી વખતે પડી હતી.આ દરમિયાન પાડોશીએ બોરીમાં મૃતદેહ જોયો,જેના પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી.એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા પહેલા મુકેશે તેની પત્નીને બેરહેમીથી મારી અને આ દરમિયાન તે તેના પતિની સામે આજીજી કરતી રહી,પરંતુ મુકેશનું પથ્થર દિલ જરા પણ પીગળ્યું નહીં અને તેણે જેનિફરેનું ગળુ કાપી હત્યા કરી નાંખી.
પત્નીની લાશ પુષ્કરમાં ફેંકી
માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘરનું તાળું તોડ્યું અને ત્યાં લોહીના નિશાન જોવા મળ્યા.દરમિયાન લાશને મૂકીને તે ઘરે પહોંચી ગયો હતો જ્યાં પોલીસને જોઈને તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કલેક્ટર કચેરી પાસે તેને પકડી લીધો હતો.