સુરત : સુરતમાં PSIનો યુનિફોર્મ પહેરીને ડુપ્લીકેટ પોલીસ બનીને ફરતા એક ઈસમને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો હતો.પોલીસ તપાસમાં આરોપીને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી યુનિફોર્મ લઈને લોકોમાં રોફ જમાવવા યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે.
સલાબતપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન સોમોલાઈ હનુમાન મંદિર પાસે એક ઇસમ મોપેડ પર PSIનો યુનિફોર્મ પહેરીને બેઠો હતો.જેથી પોલીસને શંકા જતા તેની પાસે જઈ પૂછપરછ કરી હતી.પરંતુ તેણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો ના હતો.જેથી તેની અટકાયત કરી કડક પૂછપરછ કરી હતી.પોલીસની પૂછપરછમાં તેણે પોતાનું નામ અશ્વિનભાઈ રાઠોડ અને પોતે ચોર્યાસી તાલુકાના પોપડાગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.પોલીસની વધુ પૂછપરછમાં પોતાને પોલીસ બનવાનો શોખ હોવાથી દુકાનમાંથી PSIનો યુનિફોર્મ લઇ લોકોમાં રોફ જમાવવા પહેરીને ફરતો હોવાનું જણાવ્યું હતું.આ મામલે સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ બનવાનો શોખ હોવાથી ફેક પોલીસ બનીને ફરતો
એસીપી ચિરાગ પટેલે જાણાવ્યું હતું કે ચૂંટણીને લઈને પોલીસ પેટ્રોલિંગમાં હતી જેના ભાગરૂપે સલાબતપુરા પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે એક ઇસમ પોલિસના યુનિફોર્મ પહેરીને બેઠો દેખાયો હતો.જેથી તેની પાસે પોલીસનો આઈકાર્ડ તેમજ કડક પૂછપરછ કરી હતી.પરંતુ સંતોષકારક જવાબ આપ્યો ના હતો.તેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેને પોલીસ બનવાનો શોખ હોવાના કારણે દુકાનમાંથી યુનિફોર્મ ખરીદી પહેરીને ફરતો હતો.તેને પોલીસમાં જોડાવવાની ઈચ્છા હતી.તેની પાસેથી શંકાસ્પદ કોઈ વસ્તુઓ મળતી નથી.તે છેલ્લા દોઢેક માસથી યુનિફોર્મ પહેરીને ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.