ગુજરાતની આ ચૂંટણી કોઈક નવો રંગ પકડી રહી છે. આજદીન સુધી ન થઈ હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે.આજે વડોદરા અને સુરતમાં આપની રેલીઓમાં જબરદસ્ત બબાલો થઈ છે.સુરતમાં તો મોદી મોદી ના નારા લગાવનારને દંડા પડ્યા છે.ભાજપ અને આપના સમર્થકો આમને સામને આવી જતાં બંને બાજુ દંડાવાળી થઈ છે.તો વડોદરામાં ભગવંત માનની રેલીમાં પણ બબાલ થતાં રહી ગઈ હતી.
આપ અને ભાજપના સમર્થકોએ સામસામે નારા લગાવતાં વાતાવરણ તંગ
આપ અને ભાજપના સમર્થકોએ સામસામે નારા લગાવતાં વાતાવરણ તંગ બની ગયું હતું.આખરે આપે રેલીને આટોપી લીધી હતી પણ સુરતમાં મોટી બબાલ થઈ હતી.વરાછામાં કેજરીવાલની ગાડી પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા.આમ આપ અને ભાજપ વચ્ચેની ખાઈ વધી રહી છે.જો તંત્ર આ બાબતે એલર્ટ નહીં બને તો ભાજપના ગઢ ગણાતા વડોદરા અને સુરતમાં નવા જૂની ના થાય તો નવાઈ નહીં.
માણસોને ઝંડાવાળી લાકડીઓથી ફટકાર્યા
આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સુરત રેલીમાં પણ મોદી મોદીના નારા લાગતાં કાર્યકર્તાઓ સામ સામે આવી ગયા હતા.અને મોટી બબાલ મચી ગઈ હતી.આપ પાર્ટીના કાર્યકરોએ સામાન્ય માણસોને ઝંડાવાળી લાકડીઓથી ફટકાર્યા હતા.આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લાકડી વડે હુમલો કરી કેટલાય લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા.
વડોદરામાં આપની રેલીઓમાં હોબાળા
હાલમાં સુરતમાં વરાછા,કતારગામ અને ઓલપાડમાં આપની લડાઈ સીધી ભાજપ સામે હોવાથી અહીં વધારે સ્થિતિ તંગ છે.વડોદરામાં આપની રેલીઓમાં હોબાળા થઈ રહ્યાં છે.અગાઉ પણ કેજરીવાલની રેલીમાં હોબાળો થયો હતો.સુરતમાં ગઈકાલે મોદીની રેલી સમયે પણ કેજરીવાલ કેજરીવાલના નારા લાગ્યા હતા.મોદીનો કાફલો સ્પીડ સાથે આગળ વધી ગયો હતો પણ આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં સ્થિતિ વધારે તંગ બની શકે છે.સુરતમાં ગઈકાલે મોદીની રેલી સમયે પણ કેજરીવાલ કેજરીવાલના નારા લાગ્યા હતા.મોદીની રેલી નીકળવાની હતી એ રૂટ પર અલ્પેશ કથિરિયાએ બાઈક પર નીકળી સીધો સંદેશ આપ્યો હતો કે અમે કોઈનાથી પણ ડરવાના નથી.એ સમયે મોદીનો કાફલો સ્પીડ સાથે આગળ વધી ગયો હતો પણ આ સ્થિતિ રહી તો આગામી દિવસોમાં સ્થિતિ વધારે તંગ બની શકે છે.આમ આદમી પાર્ટીની રેલીમાં છમકલાં અને કાંકરીચાળો આગળ વધે એ પહેલાં તંત્રએ પણ સચોટ પગલાં ભરવાની જરૂર છે.
ગુજરાતની ચૂંટણી મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવીને પ્રચાર પ્રસાર કરી રહી છે.ત્યારે આવી બબાલોથી સામાન્ય લોકોમાં ડરનો માહોલ પણ પેદા થઈ રહ્યો છે.