હિજાબ વિવાદ : મુસ્લિમ મહિલાઓ માટે કોલેજ ખોલવામાં આવશે, કર્ણાટક વકફ બોર્ડનો નિર્ણય

147

બેંગલોર, તા. 30 નવેમ્બર 2022 બુધવાર : દેશમાં ચાલુ હિજાબ વિવાદનો મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે અને બે જજોની બેન્ચે સુનાવણી માટે મામલાને હવે મોટી બેન્ચની પાસે મોકલી દીધો છે.હિજાબનો મામલો કર્ણાટકના એક નાના શહેરથી શરૂ થયો હતો અને હવે આ વિવાદને જોતા કર્ણાટક વકફ બોર્ડે એલાન કર્યુ છે કે તે મુસલમાનોની વધતી માગને જોતા મહિલાઓ માટે 10 કોલેજ ખોલવા જઈ રહ્યુ છે.કર્ણાટક વકફ બોર્ડનું કહેવુ છે કે આ 10 કોલેજોમાં ભણનારી મહિલાઓને ક્લાસરૂમમાં હિજાબ પહેરીને જવાની પરવાનગી હશે.આ કોલેજ કર્ણાટકના અમુક શહેરોમાં ખોલવામાં આવશે.મેંગલુરુ સિવાય શિવામોગા,હાસન અને કોડાગુમાં કોલેજ ખુલશે.વકફ બોર્ડ પોતે આ કોલેજો માટે ફંડ એકઠુ કરશે.

મહિલા કોલેજની માગ વધી રહી છે – વકફ બોર્ડ

વકફ બોર્ડના અધ્યક્ષ મૌલાના શફી સાદીએ હિજાબ પહેરવાને લઈને ઉઠેલા વિવાદ બાદ કોલેજ ખોલવાને મુદ્દે કહ્યુ કે જ્યારથી રાજ્યમાં હિજાબ વિવાદ શરૂ થયો છે ત્યારથી મુસ્લિમ સમુદાયની વચ્ચે મહિલા કોલેજોની માગ વધી રહી છે.આ દરમિયાન અમે કોલેજ ખોલવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓને હિજાબની સાથે ક્લાસરૂમમાં જવાની પરવાનગી થશે.અગાઉ 13 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટના બે જજોની બેન્ચે હિજાબ વિવાદમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ અપીલ પર ખંડિત નિર્ણય સંભળાવ્યો અને મુખ્ય જજને ભલામણ કરતા કહ્યુ કે તેઓ આ મામલે નિર્ણય માટે બેન્ચની રચના કરે.જસ્ટિસ હેમંત ગુપ્તાએ હાઈકોર્ટના 15 માર્ચના નિર્ણય વિરુદ્ધ દાખલ અરજીઓ ફગાવી દીધી,જ્યારે જસ્ટિસ સુધાંશૂ ધૂલિયાએ તેમને મંજૂર કરી દીધી અને કહ્યુ કે કર્ણાટકની સ્કુલો અને કોલેજોમાં ક્યાંય પણ હિજાબ પહેરવા પર પ્રતિબંધ હોવો જોઈએ નહીં.

Share Now