સુરતમાં સતત ચોથા દિવસે આવકવેરાના દરોડા યથાવત

241

સુરત, તા. 6 ડીસેમ્બર 2022, મંગળવાર : ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાનાં બીજા દિવસથી સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ કરવામાં આવી રહી છે અને ઇન્કમટેક્સ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.ચૂંટણી બાદ સતત આવકવેરાની ઇન્વેસ્ટિગેશન વિંગના દ્વારા હીરાની પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારો પકડવામાં આવ્યા છે.

24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળ્યા

ગુજરાતમાં વિધાનસભા -2022ની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયુ છે.ત્યારે સ્વાભાવિક છે કે સૌ કોઇનું ધ્યાન ચૂંટણી પરિણામ પર રહેલુ છે.જો કે ચૂંટણીના માહોલ વચ્ચે ઇન્કમટેક્સ વિભાગે સુરતની નામાંકિત હીરા વેપારીઓની કંપની ઉપર તવાઇ બોલાવી છે.આજે સતત ચોથા દિવસે પણ સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગની રેડ યથાવત છે.તેથી આ દરોડાને કારણે હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.સુરતમાં આવેલા મહિધરપુરા હીરા બજારમાં આવેલી ધાનેરા ડાયમન્ડ કંપનીમાં અલગ અલગ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.જેમાં 24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડના બિન હિસાબો દર્શાવતા ડોક્યુમેન્ટ મળી આવ્યા છે.ત્યારે આ બેનામી વ્યવહારોનો આંક 1500 કરોડે પહોંચી ચુક્યો છે. ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા હીરા પેઢીઓ ઉપર દરોડા પાડી બેનામી વ્યવહારો પકડવામાં આવી રહ્યા છે.

ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં ITની રેડ, 20થી વધુ સ્થળોએ ટીમો ત્રાટકી

ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા પછી પણ ઈન્કમટેક્સ વિભાગના દરોડા ચાલુ રહ્યાં છે.પરંતુ હવે મતદાન પુરૂ થતાં જ સુરતમાં ફરીવાર દરોડા પડ્યાં છે.હીરા ઉદ્યોગ અને બિલ્ડરોને ત્યાં સુરતમાં વહેલી સવારથી જ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી છે.વહેલી સવારથી જ છ વાગ્યાથી આવકવેરા વિભાગે 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યાં છે.મતદાન બાદ અચાનક દરોડા પડવાથી બિલ્ડરોમાં ફફડાટ પડી ગયો છે.બીજી તરફ હિરા ઉદ્યોગમાં પણ ફફડાટ ફેલાયો છે. 100થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સુરત સહિત મુંબઈમાં પણ આ રેડનો રેલો પહોંચ્યો છે.

છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગની તપાસ થયાવત..

છેલ્લા ચાર દિવસથી આવકવેરા વિભાગ દ્વારા કુલ 6 ડાયમંડ પેઢીઓમાં દરોડામાં પાડી તપાસ હાથ ધરવામા આવી છે.આ દરોડામાં 7 કરોડની જંગી રોકડ રકમ તથા જ્વેલરી પણ આવકવેરા વિભાગને મળી આવી છે.આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં 24 સ્થળે તપાસ પૂરી થતાં 200 કરોડ રૂપિયાના જમીન ખરીદ–વેચાણના ડોક્યુમેન્ટ્સ પણ મળ્યા હતા.તેમજ શેર બજારમાં પણ મોટા પાયે રોકાણ હોવાની વિગતો પણ બહાર આવી હતી.

ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસોમાં પણ તવાઈ

રાજ્યની વિધાનસભાની પહેલા તબક્કાના મતદાન પૂર્ણ થતાં જ સુરતમાં હીરા વિભાગની કેટલીક કંપનીઓમાં ઇન્કમ ટેક્સ વિભાગે 2 ડિસેમ્બરના રોજ રેડ પાડતા ચકચાર મચી ગઇ હતી.સુરત અને મુંબઇ સહિત કુલ 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં આવેલી
ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ કરવામાં આવી હતી તેમજ ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કંપનીના વિવિધ
સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે જેના માટે અલગ અલગ ટીમ પણ બનાવાવમાં આવી છે.ડાયમન્ડ કંપનીની બોમ્બેમાં આવેલી ઓફિસમાં પણ તવાઈ બોલાવવામાં આવી હતી.દરોડાની કામગીરી થતા સુરત શહેરના ફાઇનાન્સર અને જમીનના વેપારીઓમાં તેમજ હીરાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

40 થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કાર્યવાહી

આવકવેરાના અધિકારીઓએ જણાવ્યું છે કે સુરતના હીરા ઉદ્યોગમાં મોટું નામ ધરાવતા અને અરવિંદ ધાનેરા તરીકે ઓળખાતા ધાનેરા ગ્રુપને નિશાન બનાવવામાં આવ્યું છે અને તેમની સાથે સંકળાયેલા બે બિલ્ડરો નરેશ વીડિયો અને હિંમતભાઈને પણ ઝપેટમાં લેવામાં આવ્યા છે.ત્રણેયનાં રહેઠાણ ઉપરાંત ઓફિસો તથા બિલ્ડિંગ સાઈટોને પણ દરોડામાં આવરી લેવામાં આવી છે. 40 જેટલાં સ્થળોએ દરોડા કાર્યવાહી ચાલી રહી છે અને મોટી રકમના બિનહિસાબી વ્યવહારો તથા કરચોરી પકડાવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે

Share Now