સુરત : શિયાળો શરુ થઇ ગયો છે અને સુરત શહેરમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે ત્યારે સુરતમાં પોલીસની માનવતા સામે આવી છે.સુરત પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.કાયદાનું કડક પણે અમલ કરાવતી ખાખીની પાછળ માનવતા પણ રહેલી છે.અને તે વાતની પ્રતીતિ સુરત શહેર પોલીસે કરાવી છે. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે.સુરત શહેરમાં સાંજ પડતા જ ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે.ત્યારે ફૂટપાથ રહેતા શ્રમજીવી ઠંડીમાં રક્ષણ મેળવી શકે તે માટે સુરત પોલીસ આગળ આવી છે.સુરત પોલીસ દ્વારા ફૂટપાથ પર રહેતા શ્રમજીવી લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા
સુરત પોલીસ દ્વારા ગોડાદરા વિસ્તારમાં ફૂટપાથ પર ગુલાબી ઠંડીમાં રહેતા લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.પોલીસની આ માનવતાનો વિડીયો પણ સામે આવ્યો છે.જેમાં જોઈ શકાય છે કે સુરત પોલીસના મહિલા પોલીસ કર્મીઓ પણ ફૂટપાથ પર નાના બાળકો સાથે ઠંડીમાં ઠુંઠવાતા લોકોને ધાબળા ઓઢાડી રહ્યા છે.પોલીસની આ કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.તેમજ સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરી પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.