પાંચ દિવસ અગાઉ વાસદ ટોલનાકાના પાસેથી કારમાંથી રૂ. 50,000ની કિંમતનું 5 ગ્રામ MD ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું હતું અને રૂ. 21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એકની આરોપીની ધરપકડ કરી આરોપીને રિમાન્ડ પર લઇ પુછપરછ કરી હતી. આરોપીના રિમાન્ડ પુરા થતા તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે આરોપીને જ્યુ.કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરતા આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
વાસદ પોલીસ મથકના પીઆઇ નાગોલે આરોપી અશ્વિન ઠક્કર ઉર્ફે જલાને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા.રિમાન્ડ દરમિયાન આરોપી અશ્વિન કોણી પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો.કોને આપવાનું હતું.તે અંગે પુછપરછ હાથ ધરી હતી.પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, આ ડ્ર્ગ્સ તેને મહેસાણાના ડ્ર્ગ્સ સપ્લાયર મંદુ પાસ થી લીધું હતું.પોલીસે મહેસાણાના ડ્ર્ગ્સ સપ્લાયર મંદુની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરી આરોપી અશ્વિનના રિમાન્ડ પુરા થતા તેને જેલમાં ધકેલી દીધો હતો.
50,000ની કિંમતના 5 ગ્રામ MD ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપી અશ્વિન ઉર્ફે જલો નટુભાઈ ઠક્કર વડોદરા શહેર ભાજપના વોર્ડ પ્રમુખ રાજુ ઠક્કરનો ભાઈ છે.જોકે વડોદરા શહેર ભાજપના વોર્ડ પ્રમુખ રાજુ ઠક્કરે જાણવ્યું હતું કે તેમના ભાઈ અશ્વિન ઉર્ફે જલો નટુભાઈ ઠક્કર સાથે તેમના છેલ્લા પાંચ વર્ષથી કોઈપણ પ્રકારનો સંપર્ક કે સબંધ નથી.