ગોંડલ ક્ષત્રિય સમાજના આગેવાનો જયરાજસિંહ અને સહદેવસિંહ જાડેજા વચ્ચે થયું સુખદ સમાધાન

171

રાજકોટ જિલ્લાના ગોંડલના ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે જૂથવાદનો મામલો પૂર્ણ થયો છે.જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે સમાધાન થયું હતું.સહદેવસિંહ જાડેજાએ નિવેદન આપતા કહ્યું હતું કે, ચૂંટણી સમયે પક્ષ વિરોધી કોઈ પ્રવૃત્તિ ન કરી હોવાથી બંને વચ્ચે સમાધાન થયું છે.

ગોંડલ ક્ષત્રિય સમાજના આગેવાનો સમાધાન
જયરાજસિંહ અને સહદેવસિંહ જાડેજા વચ્ચે સમાધાન
િરબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાનો જૂથવાદ

જો કે હજુ સુધી રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે હજુ પણ જૂથવાદ યથાવત હોવાની માહિતી મળી રહી છે.વિધાનસભા ચૂંટણીમાં ટીકીટની ખેંચતાણને કારણે ગોંડલના ક્ષત્રિય જુથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.જો કે આ મામલે હવે આંશિક સમાધાન થયું છે.પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા ભુણાવા જૂથ વચ્ચે સમાધાન કરી લેવામાં આવ્યું છે.ગઇકાલે જયરાજસિંહના નિવાસસ્થાને જ બંને જૂથો એક થઇ ગયા હતા.જો કે હજુ રીબડા જુથ વિશે ચિત્ર અસ્પષ્ટ છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે જયરાજસિંહ સામે રીબડા જૂથ ઉપરાંત ભુણાવાના સહદેવસિંહ જાડેજાએ પણ ભાજપની ટીકીટની માંગ કરી હતી.આ મુદ્દો પ્રતિષ્ઠા સમો બનવા લાગતા એકબીજા સામસામા આવી ગયા હતા.ઘણા હાકલા-પડકારા પણ થયા હતા. ચૂંટણીમાં ટીકીટ જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાને જ ફાળવવામાં આવી હતી.બાદમાં પ્રચાર અને ભાજપનું કામ કરવાનો મુદ્દો ઉભો થયો હતો.રીબડા જુથના અનિરુધ્ધસિંહે ખુલ્લેઆમ કોંગ્રેસની તરફેણમાં કામ કરવાનું જાહેર કર્યું હતું.

જોકે ભુણાવાના સિધ્ધરાજસિંહ અને સહદેવસિંહ જાડેજાએ ભાજપની જ તરફેણમાં કામ કરવાનું જાહેર કર્યું હતું.એમ કહેવાય છે કે ચૂંટણી મતદાનના બે-ત્રણ દિવસ પૂર્વે જ જયરાજસિંહ અને ભુણાવા જુથ વચ્ચે ઔપચારિક સમાધાન થઇ ગયું હતું.પરંતુ જાહેરાત કરવામાં આવી ન હતી.ચૂંટણી પૂર્વેના ઘટનાક્રમમાં જે થઇ ગયું તે થઇ ગયુંપ તેવા ઉદ્દગારો સાથે બંને જૂથ એક થઇ ગયા હતા.ચૂંટણી પરિણામમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન એવા સહદેવસિંહ જાડેજાના જિલ્લા પંચાયતના મતક્ષેત્રમાં 10,000 જેટલા મતની લીડ નીકળી હતી.ઉપરાંત ભુણાવા ગામમાંથી 672માંથી 604 મત ભાજપના નીકળ્યા હતા.

આમ થતા આ જૂથે ભાજપ તરફી જ કામ કર્યું હોવાનું સાબિત થઇ ગયું હતું. ચૂંટણી પરિણામ જાહેર થઇ ગયા અને ભાજપના ગીતાબા જાડેજાનો 43,000 કરતા વધુ મતથી વિજય થઇ ગયા બાદ હવે બંને જુથોએ સમાધાનની વિધિસર એલાન કર્યું છે. બંને જૂથનાં અગ્રણીઓ ગઇકાલે જયરાજસિંહના બંગલે એકત્રિત થયા હતા.અને કોઇ રાગદ્વેષ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.જયરાજસિંહ તથા ભુણાવા જૂથમાં સમાધાન થતા હવે રીબડા જૂથ સાથે સમાધાન શક્ય બને છે કે કેમ તેના પર સૌની મીટ મંડાયેલી છે.

Share Now