કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નુકસાન, કૃષિ વિભાગે પાક નુકસાન સર્વેના આદેશ કર્યા

132

ગાંધીનગર : રાજ્યમાં અનેક જિલ્લામાં માવઠું થયું છે.જેના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.ખેડૂતોને નુક્સાનનું યોગ્ય વળતર મળે તે હેતુથી કૃષિ વિભાગે માવઠાથી થયેલા પાક નુકસાનનો સર્વે કરવાનો આદેશ કર્યો છે.કૃષિ મંત્રી રાઘવજી પટેલે માવઠાથી પ્રભાવિત જિલના જિલ્લા કૃષિ અધિકારીને સૂચના આપી સર્વેની કામગીરી હાથ ધરવાનું કહેવામાં આવ્યું છે

રાજ્યમાં ગત ચોમાસામાં પણ 21 જેટલા જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પાક નુકસાન થયું હતું.પાસ નુકસાન ભરપાઈ માટે રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું.જો કે, તેના વળતરના ભાગ રૂપે રાજ્યમાં ફરી ભાજપ સરકાર સત્તા પર આવી છે.હવે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પાકને નુકસાન થાય તેવી સ્થિતિ ઉભી થઇ છે જેથી કૃષિ વિભાગે ખેડૂતના હિતમાં પાક સર્વે કરવાના આદેશ કર્યા છે

કૃષિમંત્રીની સૂચના મુજબ તત્કાળ પાક નુકસાનનો સર્વે કામગીરી હાથ ધરવામાં આવે.પ્રભાવિત જિલ્લામાં સર્વે પૂર્ણ થાય બાદ રિપોર્ટ તૈયાર કરી અધિકારીએ વિભાગને મોકલવાનો રહેશે.જે ખેડૂતોને 33 ટકા કરતા વધુ નુકસાન થયું હશે તો SDRFની જોગવાઈ મુજબ પાક નુક્સાનીનું વળતર રાજ્ય સરકાર આપશે.રિપોર્ટ મળ્યા બાદ કૃષિ મંત્રી મુખ્યમંત્રી સાથે ચર્ચા કરશે.ત્યાર બાદ મહેસુલ વિભાગ અને નાણાં વિભાગના પરામર્શ બાદ ખેડૂતોને વળતર ચૂકવવમાં આવશે.જો 33 ટકા કરતા ઓછું નુકસાન હશે તો વળતર ચૂકવવામાં આવશે નહીં.

Share Now