રાજ્યવ્યાપી આચરાયેલા GST કૌભાંડના મુખ્ય આરોપીને સુરત ઇકોસેલે દબોચી લીધો

179

– સહિત છ શહેરોમાં રેડ કરી જીએસટી કોભાંડનો પર્દાફાશ કરાયો હતો
– જીએસટી લાઇસન્સ મેળવવા ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા DGVCLના લાઈટ બિલ રજૂ કરાયા હતા

સુરત પોલીસના રાજ્યવ્યાપી જીએસટી કૌભાંડના મુખ્ય આરોપીને પકડવામાં પોલીસને મળી સફળતા હાથ લાગી છે.જીએસટી કોભાંડના મુખ્ય આરોપી મૂર્શિદ આલમ શેખને પોલીસે ઝડપી પાડયો છે.સુરત પોલીસ દ્વારા 3 નવેમ્બરના રોજ અમદાવાદ,રાજકોટ,સુરત સહિત છ શહેરોમાં રેડ કરી જીએસટી કોભાંડનો પર્દાફાશ કરાયો હતો.તપાસની શરૂઆતમાં ગુજરાતના અલગ અલગ શહેરમાંથી 200 કરોડથી વધુનું જીએસટી કૌભાંડ ઝડપાયું હતું.અને 12 વ્યક્તિઓની ધરપકડ કરાયા બાદ વધુ જે લોકોની ધરપકડ કરી કુલ અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.મુખ્ય આરોપી આલમ શેખ પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરાયો હતો.

સુરત પોલીસના ઇકો સેલને જીએસટી ફોર્ડ કૌભાંડમાં વધુ એક મોટી સફળતા મળી છે જેમાં ચાર મોટા કોભાંડ્યો પૈકીનો મુર્શીદ આલમ પોલીસ પાંજરે પુરાયો છે.છેલ્લા બે મહિનાથી આ આરોપી ચોપડા ઉપર વોન્ટેડ બોલાઈ રહ્યો હતો.મુરશીદ આલમ હેપ્પીનેસ સોસાયટી અડાજણ પાટીયા ખાતે રહે છે. 496 કરોડના 496 કરોડના જીએસટી બિલ મુર્શીદ આલમ દ્વારા ઈશુ કરવામાં આવ્યા હોવાની પોલીસને શંકા છે.તેણે 17 જેટલી પેઢીઓ બોગસ બનાવી હોવાની હકીકત ઇકોનોમિક સેલ ને જણાવી હતી. એમડી એન્ટરપ્રાઇઝ અને મકવાણા એન્ટરપ્રાઇઝના મુર્શીદ આલમ દ્વારા ગેરકાયદેસર ટ્રાન્જેક્શન કરવાનું બહાર આવ્યું હતું.જેમાં ખોટા દસ્તાવેજો ના આધારે ડમી પેઢીઓ બનાવી તેના નામે જીએસટી રજીસ્ટ્રેશન નંબર મેળવી જે તે પેઢીઓ નું બેન્ક એકાઉન્ટ ખોલાવી ખોટા બીલો તથા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હતા.ખોટા જીએસટી બિલ રજૂ કરી અત્યાર સુધીમાં તેણે કરોડો રૂપિયાનો ઇનપુટ ટેક્સ મેળવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિના સુરત શહેર ઇકો સેલ,ક્રાઈમ બ્રાન્ચ,સાયબર સેલ અને એસઓજીની ટીમ દ્વારા ઓપરેશન જીએસટી અંતર્ગત ગુજરાતના છ શહેરોમાં રેડ કરી કરોડો રૂપિયાના જીએસટી ટ્રાન્જેક્શન કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું હતું.જ્યાં પોલીસ તપાસમા 33 નકલી કંપનીઓ ઉભી કરી ખોટા બિલ નનાવી 1200 કરોડ જેટલું ટર્ન ઓવર બતાવી કરોડોનું જીએસટી ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યું હોવાનું સામે આવ્યું હતું.જેમાં 12 જેટલા લોકોની ઘરપકડ બાદ સુરત પોલીસે વધુ 25 જગ્યાએ રેડ કરી હતી.જેમાં 23 જગ્યાએ ખોટા પુરાવાઓ આપી નકલી પેઢી ઉભી કરાઈ હોવાનું સામે આવ્યું હતું. મળી આવેલા પુરાવાને આધારે તપાસ કરતા સાત જગ્યાએ રેસીડેન્સી તો પાંચ જેટલી જગ્યાએ ટેલર અને નાઈની દુકાનના વ્યવસાય હોવાનું સામે આવ્યો હતો.તો બીજી તરફ પોલીસ તપાસમાં આ નકલી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 3000 કરોડનું ટર્નઓવર કરાયાનું સામે આવ્યો હતું અને જેમાં 600 કરોડથી વધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ મેળવ્યો હોવાનું પોલસે જણાવ્યું હતું.જ્યાં પોલીસે આ તપાસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી હતી.

કેટલીક વ્યક્તિઓ બનાવટી દસ્તાવેજોથી પેઢીઓ અને કંપનીઓના નામે જીએસટી લાયસન્સ મેળવીને બેંકમાં એકાઉન્ટ ખોલાવતા હતા,અને ગેરકાયદેસર ધંધો કરી કાયદા મુજબ ટેક્સ ક્રેડિટ મેળવવાના ખોટા બીલ રજૂ કરી બેન્ક એકાઉન્ટ થકી મોટા નાણાકીય ટ્રાન્જેક્શન કરીને આર્થિક ઉચાપત કરી રહ્યા છે.જેથી પોલીસે ઓપરેશન GST હાથ ઘરી ડમી પેઢીઓ ડમી વ્યક્તિઓના નામે ખોલાવનાર ઇસમો તથા કાવતરામાં સામેલ વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે આ કંપનીઓની તપાસ કરી જીએસટી લાઇસન્સ મેળવવા રજૂ કરેલા પુરાવામાં ટોરેન્ટ પાવર લિમિટેડ કંપની તથા ડીજીવીસીએલના લાઈટ બિલ હોવાને કારણે ત્યાં તપાસ કરતાં આ પ્રકારના કસ્ટમર આઈડી કંપની દ્વારા ઈસુ કરાયા જ નથી તેવું સામે આવ્યું હતું.પોલીસે આ મામલે રજીસ્ટર આઇડી આધાર કાર્ડ વગેરે વ્યક્તિઓને શોધીને મળતા ખબર પડી હતી કે તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું છે.

Share Now