વાપીમાંથી પોલીસે રેડ કરી ફાર્મા કંપનીમાંથી દાટેલો બાયોમેડિકલ વેસ્ટ કાઢ્યો

111

વલસાડ : વાપીમાં આવેલી ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડમાં વાપી GIDC પોલીસે બાતમી આધારે ખોદકામ કરી કંપની સંચાલકો દ્વારા જમીનમાં દાટેલો બાયો મેડિકલ વેસ્ટ બહાર કાઢતાં ચકચાર મચી ગઈ હતી.પોલીસે GPCB ને જાણ કરતા GPCB ની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો મુજબ વાપી જીઆઇડીસી પોલીસે બાતમી આધારે વાપી જીઆઇડીસીમાં 100 શેડ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લોટ નંબર C1/49 માં કાર્યરત ફાર્માસ્યુટિકલ કંપની ડુપેન લેબોરેટરીઝ પ્રાઇવેટ લીમીટેડમાં રેડ કરી હતી.જેમાં સંચાલકો દ્વારા કંપનીમાંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ સરકારની ગાઈડલાઈન મુજબ નષ્ટ કરવાને બદલે કંપની પરિસરમાં જ જમીનમાં દાટી દીધો હોવાનું જણાયું હતું.પોલીસે ખોદકામ કરી જમીનમાંથી એક્સપાયરી ડેટ થયેલ દવાનો મેડિકલ વેસ્ટ શોધી કાઢ્યો હતો. પોલીસે GPCB ને જાણ કરતાં GPCB ની ટીમે પોલીસ સાથે સંયુક્ત રીતે કાર્યવાહી કરી જમીનમાંથી મળેલા બાયોમેડીકલ વેસ્ટના જથ્થાના સેમ્પલ કલેક્ટ કર્યા હતાં.જીપીસીબીએ સેમ્પલ કલેક્ટ કર્યા બાદ તે અંગેનો રિપોર્ટ તૈયાર કરી વડી કચેરી ગાંધીનગરને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરી હતી.અંદાજિત 100 કિલોથી વધુનો ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ એવી ટેબ્લેટ,કેપસ્યુલ,સીરપ,ઓરલ કેર,ઓરલ હેલ્થ કેર,ડેન્ટલ જેલ,પાવડર,ક્રીમનો એક્સપાયરી ડેટ જથ્થો મળી આવતાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share Now