કોરોના મહામારીની વધુ એક લહેર ચીનમાં જોવા મળી છે.ચીમાં કોરોનાએ માથું ઊંચકતા ઓમિક્રોનના નવા વેરિયન્ટથી સ્થિતિ વર્ષ 2020થી પણ ખરાબ થવાની સંભાવના છે.ચીનમાં કોરોનાને પગલે સ્થિતિ એટલી ખરાબ છે કે અહીંની હોસ્પિટલોમાં તમામ પથારીઓ ભરાઈ ગઈ છે.લોકોને હોસ્પિટલની ફર્સ ઉપર સારવાર આપવામાં આવી રહી છે.મેડિકલ સ્ટોર્સમાં દવાઓ પણ ખતમ થઈ ગઈ છે.દર્દીઓ સારવાર માટે ડૉક્ટર્સની સામે ભીખ માગતા જોઈ શકાય છે.ડેડબોડી રાખવાની જગ્યા પણ નથી.શબઘરો પણ ડેડબોડીથી ભરાઈ ગયા છે.
કોરોના મહામારીની નવી લહેરમાં ખતરાની ઘંટડી વાગી છે.નવા વર્ષના વેકેશનને પગલે જાન્યુઆરીના બીજા સપ્તાહથી કોરોનાની બીજી લહેર આવવાની સંભાવના નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.ચીનમાં ફેલાઈ રહેલું નવું વેરિયન્ટ હોઈ શકે છે.એનું નામ BA.5.2.1.7 છે. વૈજ્ઞાનિકો એને BF.7 પણ કહી રહ્યા છે.ચીનમાં ઝીરો-કોવિડ પોલિસી સમાપ્ત થયા પછી કોરોનાના કેસમાં અચાનક વધારો થવાનું કારણ આ નવા વેરિયન્ટને કહેવામાં આવી રહ્યું છે.નિષ્ણાતોના મતે આ ઓમિક્રોનનું સૌથી ખતરનાક મ્યૂટેશન છે.
દુનિયામાં એક સપ્તાહમાં કોરોનાના 34 લાખ 84 હજાર કેસ નોંધાયા છે,જેમાંથી 9 હજાર 928 લોકોનાં મોત થયાં છે.ચીનમાં 7 દિવસમાં 15 હજાર 548 કેસ અને 7 લોકોનાં મોત થયાં છે.જોકે નિષ્ણાતોને શંકા છે કે સાચો આંકડો છુપાવવામાં આવી રહ્યો છે.દર્દીઓની સંખ્યા અનેક ગણી વધી શકે છે.જાપાન,સાઉથ કોરિયા અને ફ્રાન્સમાં એક સપ્તાહમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.આ દેશોમાં દર્દીઓની સંખ્યા અનુક્રમે 10 લાખ 65 હજાર, 4 લાખ 61 હજાર અને 3 લાખ 58 હજાર છે.ભારતમાં 7 દિવસમાં 1,081 કેસ નોંધાયા છે.