ICICI ફ્રોડ કેસ : CBIએ ચંદા કોચર બાદ વીડિયોકોનના ચેરમેન વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી

104

– ધૂતની રૂ. 3,250 કરોડની લોનમાં કથિત અનિયમિતતા બદલ ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી, તા. 26 ડિસેમ્બર 2022, સોમવાર : ICICI બેંક ફ્રોડ કેસમાં CBIએ ફરી મોટી કાર્યવાહી કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) એ વીડિયોકોન ગ્રુપના પ્રમોટર વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી છે.ધૂતની રૂ. 3,250 કરોડની લોનમાં કથિત અનિયમિતતા બદલ ધરપકડ કરવામાં આવી છે.વિડિયોકોન ગ્રુપને આ લોન વર્ષ 2012માં ICICI બેંક પાસેથી મળી હતી.આ પહેલા CBIએ આઈસીઆઈસીઆઈ બેંકના સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી.

આ સમગ્ર મામલા સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા પ્રમાણે વીડિયોકોનના ચેરમેન ધૂતની છેલ્લા 4 વર્ષમાં ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી.કોચરની પૂછપરછ બાદ ધૂતની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે.સીબીઆઈ બાદમાં તેમને મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટમાં હાજર કરશે.તપાસ એજન્સી તેના કસ્ટોડિયલ રિમાન્ડની માંગણી કરશે.

Share Now