તુનીષા શર્મા સવારે ખુશી-ખુશી ઘરેથી નીકળી, 3 વાગે શીઝાન સાથે લંચ, 3:15 વાગ્યે સુસાઈડ, 15 મિનિટમાં એવું તો શું થયું?

174

ટીવી સીરિયલ અલીબાબાની અભિનેત્રી તુનીષા શર્માએ 24 ડિસેમ્બરે ટીવી સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.આ સમાચારે સમગ્ર ટીવી ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધી છે.પોલીસે આ કેસમાં તેના કો-સ્ટાર શીઝાન ખાનની ધરપકડ કરી છે. દરેકના મનમાં એક જ સવાલ છે કે 20 વર્ષીય તુનીષાએ આટલું મોટું પગલું કેમ ભર્યું? હવે આ મામલે નવા ખુલાસા થઈ રહ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી શનિવારે સવારે સીરિયલના સેટ પર જવા માટે ખુશી-ખુશી ઘરેથી નીકળી હતી.પ્રથમ શિફ્ટનું શૂટિંગ પૂરું થયા પછી શીઝાન અને તુનીષાએ બપોરે 3 વાગ્યે મેક-અપ રૂમમાં સાથે લંચ કર્યું હતું.પોલીસ તપાસ કરી રહી છે કે આ દરમિયાન એવું તો શું થયું કે તુનીષાએ 15 મિનિટમાં જ એટલે કે 3.15 વાગ્યે આત્મહત્યા કરી લીધી.

તુનીષા અને શીઝાન બંનેના મોબાઈલ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલાયા

મુંબઈ પોલીસના એસપી ચંદ્રકાંત જાધવે જણાવ્યું કે, શીઝાન અને તુનીષા એકબીજા સાથે સંબંધમાં હતા અને પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.પોલીસે તુનીષા અને શીઝાન બંનેના મોબાઈલ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલી આપ્યા છે.જેથી બંને વચ્ચેના કોલ્સ અને ચેટને રીકવર કરી શકાય અને એ જાણી શકાય કે બ્રેકઅપના 15 દિવસ પછી એવું તો શું થયું કે તુનીષાએ આત્મહત્યા કરી લીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, તુનીષાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે 6 મહિના પહેલા તુનીષા શીઝાન સાથેના સંબંધોને લઈને ઘણી ખુશ હતી.પરંતુ 15 દિવસ પહેલા શીઝાને તેની સાથે બ્રેકઅપ કર્યા બાદ તે ભારે તણાવમાં હતી.માતાના નિવેદન મુજબ, આ માટે શીઝાન જવાબદાર છે.

શીઝાને તુનીષાને લઇને આપ્યું નિવેદન

તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં વસઈ પોલીસ ફુલ ઓન એક્શન મોડમાં છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં ધરપકડ કરાયેલા શીઝાન ખાને પોતાના નિવેદનમાં પોલીસને મહત્વની માહિતી આપી છે.શીઝાને આપેલા પ્રારંભિક નિવેદનમાં એવું બહાર આવ્યું છે કે બંને કલાકારો એકબીજા સાથે સંબંધમાં હતા,તે સાચું છે,પરંતુ તેમના ધર્મો અલગ હતા અને ઉંમરમાં મોટો તફાવત હતો.જેના કારણે તેમનું બ્રેકઅપ થયું હતું.પરંતુ પોલીસ શીઝાને આપેલા નિવેદન પર વિશ્વાસ કરી રહી નથી,કારણ કે તુનીષાના પરિવારે શીઝાન પર છેતરપિંડી કરવાનો અને એક જ સમયે ઘણી છોકરીઓ સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવ્યો છે.પોલીસનું માનવું છે કે આવી સ્થિતિમાં શીઝાન તેનાથી બચવા માટે માટે ઉંમર અને ધર્મનું બહાનું આપી રહ્યો છે.

પોલીસ કસ્ટડીમાં છે શીઝાન

શીઝાનની વાત કરીએ તો તે હાલ પોલીસ કસ્ટડીમાં છે. ગઇકાલે પોલીસે શીઝાનને વસઈ કોર્ટમાં રજૂ કર્યો હતો,જે બાદ કોર્ટે શીઝાનને 4 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો.શીઝાન 28 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

પોલીસ ઘટનાની તપાસમાં જોડાઇ

પોલીસને આશંકા છે કે મેકઅપ રૂમમાં લંચ દરમિયાન જ કંઈક થયું હતું,જેના કારણે તેણે આત્મહત્યા જેવું પગલું ભર્યું. તે જાણવા માટે તેઓ સતત સિરિયલ સાથે જોડાયેલા લોકોના નિવેદન નોંધી રહ્યા છે.

Share Now