બલેશ્વરની બંધ મીલમાંથી ચોરાયેલા 50 કિલો કોપર સાથે એક રીક્ષા ચાલક ઝડપાયો

130

– પલસાણા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતા રીક્ષા માંથી મુદ્દામાલ મળી આવ્યો હતો

બારડોલી : પલસાણા પોલીસે ત્રણ દિવસ પહેલા બલેશ્વરની નિરમાન કંપનીમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પલસાણા ચાર રસ્તા નજીક વાહન ચેકીંગ દરમિયાન ઓટો રિક્ષામાં ચોરીના કોપરના તાર ભરીને જતા એક ઇસમની પોલીસે અટકાયત કરી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મળતી માહિતી અનુસાર ગત 24 તારીખના રોજ પલસાણા તાલુકાના બલેશ્વર ગામની સીમમાં હાઈવે ઉપર કાલાઘોડા ઇકોપાર્કમાં આવેલા બંધ હાલતમાં પડેલી નિરમાન કંપનીમાં કોઈ અજાણ્યા ઇસમે પાછળનો દરવાજો તોડી 50 કી.ગ્રા કોપરના વાયરો ચોરી ફરાર થઇ ગયો હતો.જે મામલે કંપનીના સિક્યુરિટી સુપરવાઇઝર સહદેવ સિંગ યાદવે પલસાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.તે દરમિયાન પલસાણા પોલીસ રાત્રિ દરમિયાન વાહન ચેકીંગમાં હતી.તે સમયે એક ઓટો રીક્ષા (GJ 05 BV 7777) આવી ચઢતા તેને રોકી રિક્ષામાં તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકની ગુણમાં ભરેલો 50 કી.ગ્રા કોપરનો વાયર જેની કિંમત રૂ. 30 હજાર તેમજ રીક્ષા મળી કુલ 1 લાખ 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.ત્યાર બાદ આરોપી રામભૈયા ગંગારામ કુસ્વાહની અટક કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Share Now