– બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં ભારતીય મુસાફરો વચ્ચે ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ
તાજેતરમાં બનેલી એક ઘટનાનો વીડિઓ સોશ્યલ
મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.જેમ બસ અને ટ્રેનમાં સીટો માટે મુસાફરો વચ્ચે ઝપાઝપી થતી હોય તેવી
ઘટના તો સાંભળી હશે પરંતુ આવી ઘટના ફ્લાઈટ્સ બહુ જોવા મળતી નથી.બેંગકોકથી કોલકાતા આવતી ફ્લાઈટમાં ભારતીય મુસાફરો વચ્ચે ઘર્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે થાઈ સ્માઈલ એરવેઝ પ્લેનમાં સવાર બે મુસાફરો એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા છે અને બંને વચ્ચે ઝપાઝપીનો પણ વિડીયો સામે આવ્યો છે.એક યુવક બીજા યુવકને થપ્પડો મારતો દેખાઈ રહ્યો હતો.વિમાનમાં સવાર એક મુસાફરે આ ઘટનાને પોતાના ફોનમાં રેકોર્ડ કરી અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી જે હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
પ્લેનમાં સવાર મુસાફરની સોશિયલ મીડિયા પોસ્ટ મુજબ આ ઘટના 26 ડિસેમ્બરે બની હતી,વિમાન ટેકઓફ માટે રનવે પર પહોંચવાનું હતું તે પહેલાં મુસાફરની વચ્ચે સીટ માટેની વાતને લઇ વિવાદની શરુઆત થઇ હતી.બાદમાં, અન્ય મુસાફરો અને એર હોસ્ટેસે ઝપાઝપીમાં સામેલ લોકોને શાંત પાડ્યા હતા.
વીડિયો ક્લિપમાં બે મુસાફરોને ઝઘડો કરતા જોઈ શકાય છે.તેમાંથી એક કહે છે… ‘શાંતિથી બેસો’. બીજો કહે… ‘તમારો હાથ નીચે રાખો’. પછી થોડીક જ સેકન્ડોમાં મૌખિક તકરાર શારીરિક અથડામણમાં ફેરવાઈ જાય છે અને મારામારીના દ્રશ્યો સામે આવે છે.ગત સપ્તાહની શરૂઆતમાં ઈસ્તાંબુલથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફર અને એર હોસ્ટેસ વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.એરક્રાફ્ટમાં ખોરાકની પસંદગીને લઈને આ ઉગ્ર ચર્ચા 16 ડિસેમ્બરે થઈ હતી.પેસેન્જર એર હોસ્ટેસ સાથે ખરાબ સ્વરમાં વાત કરતો જોવા મળ્યો હતો.તે કેબિન ક્રૂને પોતાનો નોકર કહી રહ્યો હતો.વીડિયોમાં એર હોસ્ટેસ તેના વર્તનને સખત રીતે નકારતી જોવા મળી હતી.