પાકિસ્તાનમાં હિંદુ મહિલા પર ક્રૂરતા, પહેલા સામૂહિક બળાત્કાર, પછી ચામડી કાપીને ગળું કાપી નાખ્યું

137

-પાકિસ્તાનમાં હૃદયને હચમચાવી દે તેવી ઘટના
-હિન્દુ મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર

પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ પર અવાર-નવાર ક્રૂરતાના સમાચાર સામે આવતા રહે છે.પરંતુ, આ વખતે જે સમાચાર આવ્યા છે તે હૃદયને હચમચાવી દે તેવા છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 40 વર્ષની એક હિન્દુ મહિલા સાથે એવી બર્બરતા કરવામાં આવી છે.જેને જોઈને કોઈની પણ આત્મા કંપી જશે.કહેવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાનના સિંજોરો શહેરમાં આ પહેલા એક હિન્દુ મહિલા પર કથિત રીતે સામૂહિક બળાત્કાર થયો હતો.ત્યારબાદ તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને બાદમાં તેની ચામડી કાઢી નાખવામાં આવી હતી.

સેનેટર કૃષ્ણા કુમારીએ કહ્યું હતું કે, મહિલાની હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરને વિકૃત કરી દેવામાં આવ્યું હતું.હિંદુ સમુદાયમાંથી પાકિસ્તાનની પ્રથમ મહિલા સેનેટર કૃષ્ણા કુમારીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “40 વર્ષની મહિલાનું માથું કાપી નાખવામાં આવ્યું હતું અને તેના સ્તન પણ કાપી નાખવામાં આવ્યા હતા.” પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતાએ કહ્યું કે, પીડિતાના શરીર અને ચહેરાની ચામડી હતી.મહિલાને ચાર બાળકો છે.કૃષ્ણા કુમારીએ એક ટ્વિટમાં કહ્યું કે, 40 વર્ષની વિધવા દયા ભેલની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને લાશ ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવી હતી.તેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું હતું અને જંગલીઓએ આખા માથાનું માંસ કાઢી નાખ્યું હતું.તેમના ગામની મુલાકાત લીધી.ત્યાંથી પોલીસની ટીમો પહોંચી હતી.પીપીપીના જ્યાલા અમરલાલ ભીલે દાવો કર્યો હતો કે, બુધવારે ખેતરમાંથી સડી ગયેલી લાશ મળી આવી હતી અને પોલીસે મહિલાના પરિવાર પાસેથી માહિતી એકઠી કરી છે.પીપીપી નેતાના જણાવ્યા અનુસાર, પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલી રહી છે.

Share Now