મુંબઈમાં થર્ટી ફર્સ્ટની રાતે નશામાં ડ્રાઈવ કરનારા 156 પકડાયા

93

– રાતભર જાગેલી પોલીસે હેલ્મેટ તથા સીટબેલ્ટના પણ કેસો કર્યા
– થાણેમાં 30 ડિસેમ્બરથી રવિવાર સવાર દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવં કરનારા 650 ચાલક સામે કેસ

મુંબઇ: મુંબઈ પોલીસે શહેરમાં ન્યૂ યરની ઉજવણી વખતે નશામાં ડ્રાઇવિંગ કરનારા ૧૫૬ જણ અને હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવનારા 2,465 ચાલકને પકડયા હતા,આ સિવાય થાણેમાં ટ્રાફિક સેફ્ટી ડ્રાઇવના ભાગરૂપે 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીના સવાર સુધીમાં કથિત ડ્રન્ક એન્ડ ડ્રાઇવિંગના 650 થી વધુ વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે.એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

નવા વર્ષની ઉજવણી દરમિયાન નાગરિકોની સલામતી માટે શહેરભરમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા.ટ્રાફિકના નિયમોનું ઉલ્લંધન કરનારાને પકડવા માટે શનિવારે રાતથી રવિવારના સવાર સુધી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.ટ્રાફિક પોલીસે રસ્તાના નિયમોનું પાલન ન કરનારાઓ પર નજર રાખવા માટે શહેરમાં વિવિધ જગ્યાએ ચેક પોઇન્ટ્સ મૂક્યા હતા.

મુંબઈ પોલીસે નશામાં વાહન ચલાવતા 156 ડ્રાઇવરને ઝડપી લીધા હતા. જ્યારે બેફામ ડ્રાઇવિંગ માટે 66 જણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હેલ્મેટ પહેર્યા વિના બાઇક ચલાવવા બદલ ૨,૪૬૫ જણ સામે જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા. ટુ-વ્હિલર પર ટ્રિપલ સવારી કરવા બદલ 274 જણને દંડ ફટકરાવામાં આવ્યો હતો.પોલીસે ટ્રાફિક સિગ્નલના નિયમ તોડવા બદલ 679 ડ્રાઇવર સામે કાર્યવાહી કરી હતી.નો-પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા ૩,૦૮૭ વાહન માટે દંડ વસુલ કરવામાં આવ્યો હતો,એમ પોલીસ ઓફિસરે કહ્યું હતું.

થાણેની કાર્યવાહી બદલ માહિતી આપતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) વિનયકુમાર રાઠોડે જણાવ્યું હતું કે દારૂના નશામાં વાહન ચલાવવા બદલ 30 ડિસેમ્બર ૧૫૬, ૩૧ ડિસેમ્બર ૨૩૩ અને ૧ જાન્યુઆરીના સવાર સુધી અન્ય ૨૭૦ જણ સામે કેસ નોંધવામાં આવ્યો છે.

Share Now