મહારાષ્ટ્રના પુણેની યરવડા જેલમાં બંધ ત્રણ કેદીઓનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.પોલીસે ત્રણેયના મૃત્યુનું કારણ વિવિધ બિમારીઓને ગણાવ્યું હતું,જેના માટે ત્રણેય સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.જો કે આ કેસમાં પરિવારજનોએ જેલ પ્રશાસનના દાવાને ખોટો ગણાવી તપાસની માંગ કરી છે.સોમવારે જેલની બહાર પરિજનોએ દેખાવો પણ કર્યા હતા.
મળતી માહિતી મુજબ ત્રણેય કેદીઓ અન્ડરટ્રાયલ હતા.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ત્રણેયનું 31 ડિસેમ્બરે સાસૂન જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.એક એચઆઈવી પોઝીટીવ હતો, જ્યારે બીજો લીવર સિરોસીસથી પીડિત હતો,ત્રીજાને હૃદય સંબંધિત બિમારી હતી.