માલેગાંવ કેસમાં મુક્તિની કર્નલ પુરોહિતની અરજી કોર્ટે ફગાવી

110

– આરોપો ઘડવા સામે અપીલ તરીકે અરજી
– કાવતરાની બેઠકમાં હાજર હતા ત્યારે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા ન હતા તેવી નોંધ

મુંબઈ : માલેગાંવ ૨૦૦૮ના બોમ્બ ધડાકા કેસના આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતની મુક્તિ માટેની અરજીને બોમ્બ ેહાઈ કોર્ટ ેફગાવી દીધી છે.આ કેસમાં વિશેષ એનઆઈએ કોર્ટે આરોપો ઘડવાનું શરૃ કરવા સામે કરેલી અપીલ સ્વરૃપે આ અરજી કરી હતી.

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)એ કરેલા આરોપ અનુસાર અભિનવ ભારત ગુ્રપની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા ત્યારે લેફ્ટનન્ટ કર્નલ પુોરોહિત પોતાની ફરજ નીભાવી રહ્યા ન હોતા.પરોહિતની અપીલ મુખ્યત્વે એ મુદ્દે હતી કે પોતાની સામે આરોપો ઘડવાનું યોગ્ય નથી કારણકે અ કેસમાં પોતાની સામે કેસ ચલાવવા ભારતીય લશ્કર પાસેથી મંજૂરી મેળવાઈ નથી.

એનઆઈએએ આ દલીલનો વિરોધ કરીને જણાવાયું હતું કે બેઠકમાં હાજર હતા ત્યારે તેઓ પોતાની ફરજ નીભાવી રહ્યા નહોતા આથી તેમની સામે કેસ ચલાવવાકોઈ મંજૂરીની જરૃર નથી.વળી જો તેઓ માહિતી એકઠી કરવાના મિશન પર હતા તો તેમણે બોમ્બધડાકા અટકાવવા પ્રાયસ કેમ કર્યા નહીં.છ જણના મોત નીપજાવનારા અને સો જણને ઘાયલ કરનારા બોમ્બધડાકા કરવાનું કૃત્ય પુરોહિતે ફરજ પ રહીને કર્યું નથી.કોર્ટે આ દલીલ સ્વીકારીને પુરોહિતની અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટે પહેલી ઓગસ્ટે બોમ્બે હાઈ કોર્ટને પુરોહિતની અરજી પર ઝડપથી નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.

Share Now