સુરતમાં જૈન સમુદાયની મહારેલી, સમ્મેત શિખરજી અને શેત્રુંજયને તિર્થ સ્થળ જાહેર કરવાની માંગ

141

– સમ્મેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર થતા વિરોધ
– કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

સુરત, તા. 3 જાન્યુઆરી 2023, મંગળવાર : જૈનસમાજનું સમ્મેત શિખર જૈનો માટે મહત્વનું તીર્થસ્થાન ગણાય છે.તાજેતરમાં જ સરકાર દ્વારા ઝારખંડમાં આવેલ સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત
કરતાં જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
જૈન ધર્મ માટે સમ્મેત શિખર તીર્થસ્થાન ગણવામાં આવે છે.જે બાદ આજે ગુજરાતનાં સુરત શહેરમાં 3 કિમીની વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પછી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જૈન સમાજના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, અમારા તીર્થસ્થાનો પર જાણે અસામાજિકતત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે.સરકાર આ બંને સ્થળોને તીર્થસ્થાન તરીકે જાહેર કરે તેવી અમારી લાગણી અને માગણી છે.

સમ્મેત શિખરજી એ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ અમારુ તીર્થસ્થાન સાથે આસ્થાનુ કેન્દ્ર છે : જૈન સમાજ

જૈનો માટે આસ્થાનું કેન્દ્ર એવુ ઝારખંડ ખાતે આવેલું સમ્મેત શિખરજી જૈનોનું તીર્થસ્થળ પૈકીનું એક છે.સરકારે જૈનોની આ પાવનભૂમિને પર્યટન સ્થળ તરીકે જાહેર કરતા સમગ્ર જૈનોની લાગણી દુભાઈ છે.અને કોઈ અમારા તીર્થસ્થાનો પર અસામાજિકતત્વો આક્રમણ કરતા હોય તેવો ભાવ થઈ રહ્યો છે.સરકારને અમારી વિનંતી છે કે આ સમ્મેત શિખરજી એ કોઈ પર્યટન સ્થળ નહીં પરંતુ અમારુ તીર્થસ્થાન સાથે આસ્થાનુ કેન્દ્ર છે અને તેને આસ્થાનું કેન્દ્ર રહેવા દેવું જોઈએ તેવી અમારી જૈનોની લાગણી છે. આજે સુરતમાં આજે જૈન સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કલેક્ટર કચેરી ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

જૈનોના શેત્રુંજય મહાતીર્થ તથા સમ્મેત શિખરજી તીર્થ રક્ષા હેતુ સમસ્ત સુરત જૈન સંઘ અને ગુરૂભગવંતોની નિશ્રામાં આયોજીત જૈન સમાજ મૌન રેલીમાં પાંચ આચાર્ય ભગવંતો – મુનિ ભગવંતો – સાધ્વીજી ભગવંતો, શ્રાવક – શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં સમગ્ર સુરત શહેરના જૈન સમાજના લોકો મહારેલીમાં જોડાયા હતા.સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી.તમામ જૈન ધર્મ એક થઈને ઝારખંડ સરકાર અને કેન્દ્ર સરકારની સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.આ રેલીમાં હજારોની સંખ્યામાં જૈનો દ્વારા આજે રેલી સ્વરૂપે પોતાની લાગણી સરકાર સમક્ષ રજુ કરી હતી.

Share Now