હડકાયેલો કૂતરો કરડતા જર્મન શેફર્ડ પણ હડકાયો થયો, પરિવારના ત્રણ સભ્યોને બચકાં ભર્યાં, 30 કલાક સુધી બીકથી ઘરમાં પૂરાઈ રહ્યાં

131

વલસાડ : વલસાડમાં એક હડકાયેલા કૂતરાએ જર્મન શેફર્ડને બચકુ ભરી લેતા તે પણ હડકાયો થયો હતો. 7 મહિનાથી તેને સાચવતા પરિવારના ત્રણ સભ્યોને તેણે બચકા ભર્યા હતા.તેનો ખૌફ એટલો બધો હતો કે પરિવારના સભ્યો 30 કલાક સુધી ઘરમાં જ પૂરાઈ રહ્યા, કારણ કે કૂતરો બહાર ઓટલા પર જ બેઠો હતો.

બિલાડી અને કૂતરાને મારી નાખ્યાં

હડકાયેલા જર્મન શેફર્ડે બિલાડી પર હુમલો કરી મારી નાખી હતી.આ પછી ઘરની નજીક અન્ય એક કૂતરાને પણ મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પરિવાર 30 કલાક સુધી ઘરમાં કેદ રહ્યો

કૂતરાનો આવો આતંક જોઈને પરિવાર ડરી ગયો હતો.પરિવારના 3 જણાને પગમાં બચકાં ભરી લીધા હતા.કૂતરો ઓટલા પર જ બેસી રહ્યો હતો.જેથી પરિવારે બહાર ન નીકળવાનું નક્કી કર્યું અને અંદર બેસીને ફોન પર મદદ માંગી.

કૂતરાને એનિમલ હોસ્પિટલ લઈ જવાયો

પરિવારે ફોન કરતા અગ્નિવીર ગૌસેવાદળના કાર્યકરો અને પશુચિકિત્સક ઘરે પહોંચ્યા હતા અને હડકાયેલા કૂતરાને પકડીને ભાગડાવડા ગૌધામ ખાતે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

Share Now