સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેવેન ભારતીને બનાવવામાં આવ્યા સ્પેશ્યલ પોલીસ-કમિશનર?

94

– મુંબઈમાં પહેલવહેલીવાર આવું પદ ક્રીએટ કરવામાં આવ્યું

રાજ્યના ગૃહખાતાએ એક મહત્ત્વનો નિર્ણય લઈને ૧૯૯૪ની બૅચના આઇપીએસ અધિકારી દેવેન ભારતીને સ્પેશ્યલ કમિશનર,મુંબઈ પોલીસનું નવું જ પદ ઊભું કરીને એનો પદભાર સોંપ્યો છે.સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

આ પદભાર હેઠળ તેમણે કેન્દ્ર અને રાજ્યના પ્રશાસકીય ન્યાયાધિકરણ / ન્યાયાલયના આદેશ,ચૂંટણીની આચારસંહિતા,કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ધ્યાન આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.બધા જ જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ તેમને રિપોર્ટ કરશે અને તેઓ સીપીને રિપોર્ટ કરશે.દેવેન ભારતીએ આ પહેલાં ૨૦૧૫થી લઈને ૨૦૧૯ના સૌથી લાંબા કાર્યકાળમાં મુંબઈના જૉઇન્ટ પોલીસ કમિશનર (લૉ ઍન્ડ ઑર્ડર) તરીકે ફરજ બજાવી હતી.એ ઉપરાંત જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ઈઓડબ્લ્યુ) અને ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ,ક્રાઇમ બ્રાન્ચનો પદભાર
સફળતાપૂર્વક પાર પાડી ચૂક્યા છે.તેઓ એ પહેલાં મહારાષ્ટ્ર એટીએસના વડા પણ રહી ચૂક્યા છે.

મહાવિકાસ આઘાડીની સરકારના કાર્યકાળમાં દેવેન ભારતીને મહારાષ્ટ્ર સ્ટેટ સિક્યૉરિટી કૉર્પોરેશનના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટરનો પદભાર સોંપવામાં આવ્યો હતો. ૧૩ ડિસેમ્બરે એ પદભાર જૉઇન્ટ કમિશનર (ટ્રાફિક) રાજવર્ધનને સોંપવામાં આવ્યો હતો.દેવેન ભારતીએ તેમની ૨૯ વર્ષની સર્વિસમાં મુંબઈના અનેક હાઈ-પ્રોફાઇલ અને મહત્ત્વના કેસના ઇન્વેસ્ટિ​ગેશન સાથે સંકળાયેલા હતા.એમાં ૨૬/૧૧ના હુમલાનો કેસ અને પત્રકાર જે.ડેની હત્યાના કેસનો પણ સમાવેશ થાય છે.રાજ્યમાં આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનની કમર તોડવામાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Share Now