
– વિરોધ-પ્રદર્શન કરવા બદલ પાંચ મહિલાઓ સહિત ૧૭ વ્યક્તિની ધરપકડ કરી
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરની એક સ્કૂલની બહાર દેખાવો દરમ્યાન પાકિસ્તાનતરફી સૂત્રો પોકારવામાં આવ્યાં હોવાનું પોલીસે મંગળવારે જણાવ્યું હતું.સોમવારે અન્ય લોકો સાથે વિરોધ-પ્રદર્શનમાં જોડાનારા સ્કૂલના એક સ્ટુડન્ટે પાકિસ્તાનતરફી સૂત્રોચ્ચાર કર્યો હતો.આ મામલે પોલીસે મહારાષ્ટ્ર પોલીસ ઍક્ટ અને ઇન્ડિયન પીનલ કોડની કલમ ૧૮૮ હેઠળ પરવાનગી વિના વિરોધ-પ્રદર્શન કરવા બદલ પાંચ મહિલાઓ સહિત ૧૭ વ્યક્તિની ધરપકડ કરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દેખાવકારોએ સ્કૂલ પર એકાએક ફી-વધારો ઝીંકવાનો અને કેટલાક સ્ટુડન્ટ્સને અભ્યાસથી વંચિત રાખવાનો આરોપ મૂક્યો હતો.