લાંબા સમયથી ઠપ થઈ ગયેલી અર્થવવ્યવસ્થાને બેઠી કરવા માટે સંઘર્ષ કરી રહેલું પાકિસ્તાન એકવાર ફરીવાર આર્થિક સંકટમાં ફસાયું છે.તેનું દેવું સતત વધી રહ્યું છે અને વિદેશી મુન્દ્રા ભંડાર પૂરો થવાના આરે છે.વિજળી બચાવવા માટે બજાર, મોલ અને લગ્નના હોલ રાત્રે ઝડપથી બંધ કરવાની જાહેરાત કરી છે.પાકિસ્તાન મીડિયા રિપોર્ટ મુજબ કેબિનેટ મંત્રીઓએ લાઈટ બંઘ કરીને બેઠક કરી છે.તે જ સમયે આયાતી તેલ પર નિર્ભરતા ઘટાડવા માટે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ યોજનાને મંજૂરી આપી છે.આ ઉપરાંત 8 વાગ્યાથી બજારો બંધ અને 10 વાગ્યાથી લગ્નના હોલ બંધ કરવાનું જાહેર કરી છે.પાકિસ્તાનની શાહબાઝ સરકાર વિજળીમાં 40 ટકા ઘટાડો કરવા માગે છે.એક મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનાં એક કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 10 હજાર રૂપિયા છે.
રિપોર્ટ અનુસાર બુલિચિસ્તાનમાં 10-12 કલાક સુધી અને ખૈબર પખ્તૂનખ્વામાં પણ 6 થી 12 કલાક સુધી વિજળી કાપ મૂકાઈ રહ્યો છે.પાકિસ્તાનમાં વિજળી સંકટની શરુઆત પાછળના વર્ષે જ થઈ ગઈ છે.જૂનમાં સરકારે એક નોટિફિકેશન જાહેર કરી છે.સરકાર મુજબ પાકિસ્તાનમાં 1 ફેબ્રુઆરી જુના અને વધારે વિજળી વપરાશ કરતા બલ્બ બંધ કરવામાં આવશે,સાથે જ જુની ટેક્નલોજીથી બનેલા પંખા બંધ કરવામાં આવશે.આ ઉપયોગથી 22 અજબ રુપીયા બચાવામાં આવશે.
30 બિલિયન ડોલરથી વધારે નુકશાન
અત્યારે પાકિસ્તાનની આર્થિક હાલત એટલી ખરાબ છે કે વાશિંગ્ટનમાં પોતાના દુતાવાસની સંપત્તિ વેચવા માટે બહાર પાડી છે.વિશ્વ બેન્કને કુલ 30 બિલિયન ડોલરથી વધારે નુકશાન થવાનું અનુમાન છે.રિપાર્ટ મુજબ 2022માં ડોલરની તુલનામાં પાકિસ્તાન રુપિયો લગભગ 30 ટકા ઘટ્યો છે.ચલણના અવમુલ્યના કારણે આયાત મોઘી થઈ છે. તેનાથી વિદેશી ભંડાર ઓછો થઈ ગયો છે.રિપોર્ટ મુજબ ડિસેમ્બર 2022માં પાકિસ્તાનના વિદેશી મુન્દ્રા ભંડાર 6 બિલિયન ડોલરથી નીચે આવી ગયો છે. અને આ માત્ર એક મહિનો ચાલે એટલો જ છે.
33 બિલિયન ડોલરનું દેવું બાકી
વિશ્વ બેન્ક હાલમાં જ અનુમાન લગાવ્યું છે કે 2021 સુધી પાકિસ્તાનનું બહારનું દેવું 130.433 બિલિયન ડોલર હતું.અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ પાકિસ્તાનનું દેવું ડેટ ડિફોલ્ટની આરે છે.આઈએમએફ પાસેથી બેલઆઉટ પેકેજ લીધું છે.
2019માં પાકિસ્તાન આઈએમએફ પાસેથી 6 બિલિયન ડોલર બેલઆઉટ પેકેજ લીઘું છે.પાછળના વર્ષ ઓગ્સ્ટમાં સુધી વિશ્વિક નાણાકિય સંસ્થાએ 3.9 બિલિયન ડોલરનું ફંડીગ આપ્યું હતું. 29 ઓગસ્ટ 2022માં આઈએમએફ સમિક્ષા કર્યા પછી પાકિસ્તાન 1.1 બિલિયન ડોલર ઉપાડવાની મંજૂરી આપી છે.