ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે.બીજી તરફ શહેરમાં પતંગની દોરીથી લોકોના ગળા કપાવવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે શહેરમાં આ પ્રકારના બનાવો અને રોડ પર અકસ્માતોના બનાવ ન બને તે માટે ડીસ્ટ્રીક ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી દ્વારા વાહન ચાલકોને વિના મૂલ્યે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આજથી ઉત્તરાયણ સુધી સેફ્ટી બેલ્ટનું વિતરણ કરાશે
ઉત્તરાણ પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે,બીજી તરફ ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અકસ્માત તેમજ વાહન ચાલકોના ગળા કપાવાના બનાવવા સામે આવતા હોય છે.ઉત્તરાયણ પર્વ પહેલા શહેરમાં આ પ્રકારના બનાવો સામે આવી ચુક્યા છે અને અમુક બનાવોમાં લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા છે.પતંગની દોરીને કારણે અકસ્માત જેવા ગંભીર પ્રકારના બનાવો પણ બનતા હોય છે,ત્યારે શહેરમાં આ પ્રકારના અકસ્માતના બનાવો ન બને આ ઉપરાંત વાહન ચાલકોના પતંગના દોરાથી રક્ષણ થાય તે માટે સુરત શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ રોડ સેફટી સપ્તાહ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલ્ફર સોસાયટી દ્વારા વિનામૂલ્ય વાહન ચાલકોને સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આજથી લઈને ઉત્તરાયણ પર્વ સુધી શહેરના અલગ અલગ વિસ્તારમાં વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી બેલ્ટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે.
ધારાસભ્ય પૂર્ણેશ મોદી હાજર રહ્યાં
આજે શહેરના અઠવાગેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્ય અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ વાહન ચાલકોને ઊભા રાખી તેઓને સેફટી બેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમજ ઉત્તરાયણ પર્વ દરમિયાન સંપૂર્ણ તકેદારી રાખવા અને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા પણ તમામ વાહન ચાલકો અને લોકોને ચાઈનીઝ દોરી સહિતની વસ્તુઓના ઉપયોગ ન કરવા પર અપીલ કરી જાગૃત કરવામાં આવ્યા હતા.