મોંઘવારીમાં વધુ એક માર, અદાણીએ કર્યો CNGમાં ભાવ વધારો

311

– આ અગાઉ ગુજરાત ગેસે CNGમાં ભાવવધારો કર્યો હતો
– નવા વર્ષની શરુઆતમાં જ લોકોને મળી વધુ એક મોંઘવારીની ભેટ

અમદાવાદ, 9 જાન્યુઆરી 2022, સોમવાર : એક તરફ દેશ અને રાજ્યમાં વધતી મોંઘવારીને લઈને સામાન્ય માણસ પરેશાન છે ત્યારે હવે વધુ એક વખત મોંઘવારીનો માર પડયો છે.નવા વર્ષની શરુઆતમાં જ લોકોને મળી મોંધવારીની વધુ એક ભેટ. આજે અદાણીએ CNGમાં ભાવ વધારો કર્યો હતો.આ અગાઉ ગુજરાત ગેસે CNG અને PNGના ભાવમાં 5 ટકાનો વધારો કર્યો હતો.

બેકાબુ બની રહી છે મોંઘવારી

સતત મોંઘવારી વધી રહી છે તેવામાં સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ બની ગયુ છે.નવા વર્ષનો પ્રારંભ થયો છે તેને હજુ એક અઠવાડિયાનો જ સમય વિત્યો છે ત્યાં CNGના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો.અદાણીએ આજે CNGના ભાવમાં વધારો કર્યો હતો.આ અગાઉ ગુજરાત ગેસે ભાવ વધારો કર્યો હતો. આજે અદાણીએ ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે.આ ભાવ વધતા હવે અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો છે.વાહનચાલકોએ ગુજરાત ગેસના CNG માટે 78.52 રૂપિયા પ્રતિ કિલો ચૂકવવા પડશે.

PNGના ભાવમાં પણ વધારો થયો હતો

આજે ફરી એકવાર CNG અને PNGના ભાવમાં વધારો ઝીંકાયો છે.અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો વધારો કર્યો છે.હવે અદાણી CNGનો નવો ભાવ વધીને રૂ.80.34 થયો છે.ગુજરાત ગેસ દ્વારા તાજેતરમાં જ CNGના ભાવમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને તેની સાથે જ PNGના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

Share Now