સુરત, 9 જાન્યુઆરી 2022, સોમવાર : સુરત જિલ્લાના એલ.સી.બી પોલીસે કામરેજના ધોરણપારડી ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.રાજપુત ફળિયામાં ઘરમાં ગુપ્ત ભોયરૂ બનાવી 5.11 લાખથી વધુનો કુલ મુદ્દામાલ કબ્જે કરી 3ની અટક કરવામાં આવી.જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઈ મહેન્દ્રભાઈ શનાભાઈ અને હે.કો રાજેશભાઈ બળદેવભાઈ નાઓને ખાનગી રાહે બાતમી મળી હતી.કે, કામરેજ તાલુકાના ધોરણપારડી ગામે રાજપુત ફળિયામાં રેહતા પ્રતાપસિંહ ચૌહાણે પોતાના ઘરમાં જમીનમાં ચોર ખાનું(ભોયરૂ) બનાવી વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે અને હાલ તેનો છોકરો માનસિંહ ચૌહાણ દારૂનું છુટકમાં વેચાણ કરી રહ્યો છે.જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી બુટલેગર પિતા-પુત્રની સાથે દારૂ સપ્લાય કરનારની અટક કરી હતી.રેડ દરમિયાન વિદેશી દારૂની બોટલો નંગ 1624 જેની કિંમત રૂપિયા 85,550 હોન્ડા સિટી કાર અને 4 નંગ મોબાઈલ મળી કુલ 5,11,050નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે પિતા-પુત્રની સાથે દારૂનો સપ્લાય કરનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ મહેશ વસાવાની અટક કરી છે.જ્યારે વિશાલ પટેલ અને અનિલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી
વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.