વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ રૂ. 4 નો ભાવ વધારો કરાયો

132

– ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ. 4 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે
– નવો ભાવ વધારો 9 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે

વડોદરા,તા.9 જાન્યુઆરી 2023,સોમવાર : વડોદરા ગેસ લિ. દ્વારા વડોદરા શહેરમાં પાઇપ્ડ ગેસ પુરો પાડવામાં આવે છે.વડોદરા ગેસ લિ. દ્વારા પાઇપ્ડ ગેસના ભાવમાં રૂ. 4 નો વધારો કરવામાં આવ્યાની જાહેરાત કરી છે.જેને કારણે મોંઘવારીનો માર વેઠી રહેલા લોકોની મુશ્કેલીઓમાં વધારો થશે.

વડોદરા ગેસ લિ. શહેરમાં 2 લાખથી વધુ ઘરોમાં પાઇપ્ડ ગેસ પુરો પાડે છે.હાલમાં ઘરેલુ ગેસના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા ગેસની બેઝીક ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.જેની અસરના ભાગરૂપે વડોદરા ગેસ લિ. દ્વારા રૂ. 4 નો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે.ઘરગથ્થુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકો હાલનો ભાવ રૂ. 46.20 પ્રતિયુનિટ ટેક્સ સાથે ચુકવતા હતા.હવે ભાવ વધારા બાદ પ્રતિયુનિટ ટેક્સ સાથે રૂ. 50.40 ચુકવવા પડશે. આ નવો ભાવ વધારો 9 જાન્યુઆરી લાગુ કરવામાં આવશે.

Share Now