UAPA : ISIના ઈશારે નાચતાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના અર્શ ડલ્લાને ગૃહ મંત્રાલયે આતંકી જાહેરકર્યો

100

નવી દિલ્હી : ISI સમર્થિક ખાલિસ્તાન ટાઈગર ફોર્સના સહયોગી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લા વિરૂદ્ધ ગૃહ મંત્રાલયે કડક પગલું ભર્યું છે.ગૃહ મંત્રાલયે સોમવારે અર્શ ડાલાને UAPA અંતર્ગત આતંકી જાહેર કર્યો છે.

કોણ છે અર્શદીપસિંહ ડલ્લા

ISIના ઈશારે અર્શદીપસિંહ ડલ્લા આતંકી મોડ્યૂલ ચલાવે છે. ડલ્લા કેટીએફના કેનેડા સ્થિત પ્રમુખ હરદીપસિંહ નિઝ્ઝરનો નજીકનો સહયોગી છે.તે મૂળરૂપે મોગાના ડલ્લા ગામનો રહેવાસી છે જે હાલ કેનેડામાં રહે છે.અર્શ ડલ્લા પંજાબ અને વિદેશમાં વિભિન્ન ગુનાકીય પ્રવૃતિઓમાં સામેલ એક કુખ્યાત ગેંગસ્ટર અને આતંકવાદી છે.તે પંજાબના સરહદ નજીકના વિસ્તારમાં થયેલી વિભિન્ન હત્યાઓમાં સંડોવાયેલો છે.આ ઉપરાંત રાજ્યમાં પાકિસ્તાનથી આવતા RDX,IID,AK-47 અને અન્ય હથિયારો તેમજ ગોળા બારુદ સહિત આતંકવાદી હાર્ડવેરની આપૂર્તિના કેસમાં સંડોવાયેલો છે.અર્શ ડલ્લાને કેનેડાથી પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તેને ભારત લાવવામાં આવી શકે છે.અર્શ ડલ્લા વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ મે 2022માં જાહેર કરવામાં આવી હતી.

શાહ જમ્મુ કાશ્મીરના નેતાઓ સાથે બેઠક કરશે

આ વચ્ચે જાણકાર મળી છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને જમ્મુ કાશ્મીરના ભાજપના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરશે.સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં રાજકીય અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ સહિત અન્ય મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

આતંક વિરૂદ્ધ સતત કાર્યવાહી થઈ રહી છે

ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ગૃહ મંત્રાલય સતત આતંકી સંગઠનો અને આતંકવાદીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહ્યું છે.આ ક્રમમાં છેલ્લાં કેટલાંક દિવસોમાં એક પછી એક અને લોકો અને સંગઠનો વિરૂદ્ધ ગેરકાયદે પ્રવૃતિઓને રોકવાના અધિનિયમ (UAPA) અંતર્ગત આતંકી જાહેર કરવામાં આવ્યા છે.ગત શનિવારે ગૃહ મંત્રાલયે હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર આસિફ મકબૂલ ડારને આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.તો તે પહેલાં 7 જાન્યુઆરીએ ભારત સરકારે પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રંટ (PAFF) અને તેના તમામ ગ્રૂપને આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યા હતા.

આ પહેલાં ગૃહ મંત્રાલયે લશ્કર-એ-તોયબાના સભ્ય અરબાઝ અહમદ મીરને એક મહિલા શિક્ષક રજની બાલા સહિત જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં સામેલ થવા માટે UAPA, 1967 અંતર્ગત આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.મીર હાલ પાકિસ્તાનમાં રહે છે અને લશ્કર-એ-તોયબા માટે કામ કરે છે.

ધ રેજિસ્ટેન્સ ફ્રંટ પર લગાવ્યો હતો પ્રતિબંધ

આ પહેલાં 5મી જાન્યુઆરીએ ભારત સરકારે આતંકવાદી ગ્રૂપ ધ રેજિસ્ટેન્સ ફ્રંટ (TRF)પર પ્રતિબંધ લગાવ્યો હતો. TRF પાકિસ્તાન આધારિત પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાનું જ ગ્રૂપ છે.આ ગ્રૂપ જમ્મુ કાશ્મીરમાં અને ટાર્ગેટ કિલિંગમાં સામેલ છે.આ ઉપરાંત ગૃહ મંત્રાલયે TRFના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ UAPA, 1967 અંતર્ગત આતંકવાદી જાહેર કર્યો છે.સાથે જ લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો.સરકારી અધિસુચના મુજબ અબુ ખુબૈબ જમ્મુ કાશ્મીરનો રહેવાસી છે પરંતુ હાલ તે પાકિસ્તાનમાં રહે છે.ખુબૈબ લશ્કર-એ-તોયબના લોન્ચિંગ કમાન્ડર તરીકે કામ કરે છે અને તેનો પાકિસ્તાનની એજન્સીઓ સાથે સંબંધ છે.

Share Now