રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ભારતના મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.જેમાં મોહન ભાગવતે કહ્યું હતું કે, દેશમાં ઈસ્લામને કોઈ ખતરો નથી.જો કે મુસ્લિમોએ અમે સૌથી મોટા છીએ,એ ભાવના છોડવી પડશે.અહીંના મુસ્લિમોને ડરવાની કોઈ જરૂર નથી. સંઘ પ્રમુખના ઈસ્લામ પર આપેલા આ નિવેદનને લઈને રાજકારણ પણ ગરમાયું છે.
ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈતિહાદુલ મુસ્લમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દિન ઓવૈસીએ મોહને ભાગવતને આડેહાથ લેતા જણાવ્યું કે, આખરે તમે મુસ્લિમોથી આટલા કેમ ડરો છો? સંઘના લોકો આખરે ભારતની વિવિધતાથી કેમ ડરી રહ્યાં છે? તેમને ભારતની અલગ-અલગ સંસ્કૃતિથી શું પરેશાની છે?
વધુમાં ઓવૈસીએ જણાવ્યું કે, મુસ્લિમો માત્ર સમાનતા અને સમાન નાગરિક્તાની વાત કરી રહ્યાં છે.તેમના માટે વિવિધતા રાષ્ટ્ર વિરોધી છે.મોહન ભાગવત મુસ્લિમો વિરુદ્ધ હિંસા કરવા માટે લોકોને ઉશ્કેરી રહ્યાં છે.આખરે આપ મુસ્લિમોથી આટલા કેમ ડરો છો? ભારતની વિભિન્ને સંસ્કૃતિથી RSS વાળા કેમ ડરી રહ્યાં છે?
જણાવી દઈએ કે, મોહન ભાગવતે RSSના મુખપત્રક ઑર્ગેનાઈઝર અને પાંચજન્યને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, મુસ્લિમોને ભારતમાં ડરવાની કોઈ જરૂર નથી,પરંતુ તેમણે પોતાના વર્ચસ્વનો દાવો છોડી દેવો જોઈએ.
તમે જુઓ, હિન્દુ સમાજ 1 હજાર વર્ષ કરતાં વધુ સમયથી યુદ્ધ કરી રહ્યો છે.આ લડાઈ વિદેશી આક્રમણો અને વિદેશી તાકાતોના ષડયંત્રો વિરુદ્ધ ચાલી રહ્યું છે.જેના કારણે જ હિન્દુ સમાજ જાગૃત થયો છે.હિન્દુ સમાજ,હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિની રક્ષા માટે યુદ્ધ થઈ રહ્યું છે.હિન્દુ આપણી ઓળખ,રાષ્ટ્રીયતા અને સૌને પોતાના માનવાની સાથે તેમને લઈને ચાલવાની પ્રવૃતિ છે.