નવા કતારગામ ઝોન વિસ્તારમાં ગુરુ અને શુક્રવારે પાણી પુરવઠાનો કાપ રહેશે

107

– વરીયાવ જળ વિતરણ મથકમાં કામગીરી કરવાની હોવાથી
– આ વિસ્તારમાં વસતા લોકોને બે દિવસ દરમિયાન જરૂરિયાત મુજબનું પાણી પુરવઠો સંગ્રહ કરવા તથા પૂર્વક પાણીનો ઉપયોગ કરવા પાલિકાની અપીલ

સુરત,તા.11 જાન્યુઆરી 2023,બુધવાર : સુરત શહેરની વસ્તી અને વિસ્તારોની સાથે પાણી પુરવઠા નું નેટવર્ક પણ અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.આ કામગીરીના ભાગરૂપે વરીયાવ જળ વિતરણ મથકમાં પણ પાણીના આઉટની કામગીરીને અપગ્રેટ કરવામાં આવશે.આ કામગીરી આવતીકાલ 12 જાન્યુઆરી અને 13 જાન્યુઆરીના રોજ થવાની હોવાથી નવા કતારગામ ઝોન વિસ્તારમાં આવેલા છાપરાભાઠા બાપાસિતારામ ચોકથી Y જંકશન વ્હાઈટ સોલિટર સુધી રોડની બે બાજુનો સોસાયટી વિસ્તાર,છનું કોલોની, ગૃહ નિર્માણ બોર્ડની વસાહતો,કાઠીવાડી ટેકરો,બાપાસિતારામ ચોકથી વાત્સલ્ય વિલા થઈ પટેલ પાર્ક સોસાયટી,પંચશીલાનગર,મણીપુરષોત્તમ નગર સુધીનો સોસાયટી સહિત મોટાભાગના વિસ્તારમાં પાણી પુરવઠો આપવામાં આવશે નહીં.આ વિસ્તારમાં 14 જાન્યુઆરી થી પાણી પુરવઠો રાબેતા મુજબ થશે.જે બે દિવસ પાણીનો પુરવઠો ખોદકાશે તે બે દિવસ ઉપરોક્ત વિસ્તારમાં રહેતા લોકોને જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા તથા કરકસર મુજબ પાણીનો ઉપયોગ કરવા માટે પાલિકા તંત્ર એ અપીલ કરી છે.

Share Now