
નવી દિલ્હી, તા. 11 જાન્યુઆરી 2023 : આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ તેમજ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય સિંહને સુલતાનપુરની કોર્ટે 3 મહિનાની જેલની સજા સાથે 1500 રુપિયાનો દંડ ફટકાર્યો છે.કોર્ટે 21 વર્ષ જૂના વીજળી અને પાણીના પ્રશ્ને કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના કેસમાં સંજય સિંહને સજા સંભળાઈ છે.
હકીકતમાં સંજય સિંહે વીજ કાપના વિરોધમાં 2001માં સુલ્તાનપુરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ.આ મામલે બુધવારે સુલ્તાનપુર MP-MLA કોર્ટે આપ સાંસદ સંજય સિંહની સાથે જ સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અનૂપ સંડાને પણ સજા સંભળાવી છે.સંજય સિંહે વીજ કાપના વિરોધમાં રસ્તા પર પ્રદર્શન કર્યું હતુ.આ મામલે સંજય સિંહ સહિત 4 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.જે છેલ્લા 21 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો.જો કે સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે સંજય સિંહને આ કેસમાં દોષી ઠેરવ્યા અને આજે સજા પણ સંભળાવી દીધી.
बिजली कटौती से परेशान जनता के लिये आंदोलन किया तो 18/6/2001 के केस में सुल्तानपुर कोर्ट से 3 महीने जेल और 1500 रु जुर्माना की सजा हो गई।
जनहित की लड़ाई जारी रहेगी जो भी सजा मिले मंज़ूर है।
इस फ़ैसले के ख़िलाफ़ सक्षम न्यायालय में अपील की जायेगी।— Sanjay Singh AAP (@SanjayAzadSln) January 11, 2023
કોર્ટે સજાનું એલાન કર્યા બાદ સંજય સિંહે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, વીજ કાપથી પરેશાન પ્રજા માટે આંદોલન કર્યું તો 18 જૂન 2001ના કેસમાં સુલ્તાનપુર કોર્ટ દ્વારા 3 મહિનાની જેલ અને 1500 રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી.લોકહિતની લડાઈ ચાલુ રહેશે,જે સજા મળે,તે મંજૂર છે.આ નિર્ણય વિરુદ્ધ ઉપલી અદાલતમાં અપીલ કરવામાં આવશે.